ઠંડા પવનને કારણે દિલ્હી-UPમાં પડશે ઠંડી, અહીં વાવાઝોડા સાથે વરસાદની આગાહી

Delhi: દેશના મોટાભાગના રાજ્યોમાં તાપમાન ઝડપથી વધી રહ્યું છે. જો કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે આગામી દિવસોમાં હવામાનમાં પલટો આવી શકે છે. IMD એ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર સહિત ઘણા રાજ્યોમાં કોલ્ડ વેવને લઈને એલર્ટ જાહેર કર્યું છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આજે હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે.
હવામાન વિભાગના ડેટા અનુસાર, દિલ્હીમાં આજે મહત્તમ તાપમાન 23-25 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 7-9 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે. આ ઉપરાંત સવારે ધુમ્મસની સંભાવના છે. દિવસ દરમિયાન 20-30 કિમી પ્રતિ કલાકની ઝડપે જોરદાર પવન ફૂંકાશે. જેના કારણે લોકો હળવી ઠંડીની અપેક્ષા રાખી શકે છે. રાષ્ટ્રીય રાજધાનીમાં 6 ફેબ્રુઆરીના રોજ નોંધાયેલું લઘુત્તમ તાપમાન 8.2 ડિગ્રી સેલ્સિયસ હતું. જે આ સિઝનના સરેરાશ તાપમાન કરતાં 1.2 ડિગ્રી ઓછું છે.
ઉત્તર પ્રદેશમાં પણ ફરી એકવાર હવામાનમાં પલટો આવવાનો છે. હવામાન વિભાગે આજથી રાજ્યમાં ભારે પવન ફૂંકાવાની આગાહી કરી છે. જેના કારણે તાપમાનનો પારો નીચો જશે. તેમજ ઠંડી વધી શકે છે. IMDના જણાવ્યા અનુસાર, તેજ પવનને કારણે તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની ધારણા છે, જેની અસર 6 ફેબ્રુઆરીથી જોવા મળી રહી છે. અને 14 ફેબ્રુઆરી બાદ ફરી એકવાર તાપમાનમાં વધારો થશે.
આ પણ વાંચો: 6થી વધુ યુવતીઓને પ્રેમજાળમાં ફસાવનાર વિધર્મી ઝડપાયો, એઈડ્સથી સંક્રમિત કરવાનો હતો પ્લાન
રાજસ્થાનના મોટાભાગના વિસ્તારોમાં ઠંડી યથાવત છે. છેલ્લા 24 કલાકમાં જયપુર અને કોટા ડિવિઝનમાં ઘણી જગ્યાએ ઠંડીનું મોજું નોંધાયું હતું. રાજ્યભરમાં અનેક સ્થળોએ લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. હરિયાણા અને પંજાબમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદની સંભાવના છે. હવામાન કેન્દ્ર શ્રીનગરના જણાવ્યા અનુસાર 10 અને 11 ફેબ્રુઆરી પછી, 15-16 ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીરમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. લેહમાં તીવ્ર ઠંડી વચ્ચે દિવસ અને રાત્રિનું તાપમાન શૂન્ય ડિગ્રીથી નીચે છે. આ સિવાય હવામાન વિભાગે 48 કલાકમાં મેઘાલય, આસામ અને અરુણાચલ પ્રદેશમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી કરી છે.