રાતના સમયે નીંદર ઉડી જાય છે? આ કારણો છે જવાબદાર

Health Tips: તમામ લોકોએ 8 કલાકથી વધુ ઊંઘ ખૂબ જરૂરી છે. જો તમે પૂરતી ઊંઘ નથી લેતા તો તમને શારીરિક અને માનસિક બંને અસર પડી શકે છે. ત્યારે ઘણા લોકોને રાતના સમયે નિંદર ઉડી જાય છે, પરંતુ મોટા ભાગના લોકોને ખબર નથી હોતી કે તેનું કારણ શું છે. આવો જાણીએ તેમાંથી થોડા કારણો વિશે.
આ પણ વાંચો: યુવરાજસિંહ બિઝનેસ પીચ પર કરશે બેટિંગ, પ્રીમિયમ ટેકીલા બ્રાન્ડ FINO કરી લોન્ચ
આ હોય શકે છે કારણ
એક રિપોર્ટ પ્રમાણે રાતના 3 વાગ્યાની આસપાસ જો તમને નિંદર ઉડે છે તો તમને કોઈ તણાવ હોય તેના કારણે એવું થઈ શકે છે. કારણ કે ચિંતાને કારણે પણ એવું થતું હોય છે. રાતે નિંદર ઉડી જવાનું બીજું કારણ એ પણ છે કે લીવરમાં ચરબીયુક્ત કોષો. લીવરને લગતી કોઈ સમસ્યા છે તો પણ તમને રાતના સમયે આ સમસ્યા થઈ શકે છે. લીવર રોગથી બચવાના ઉપાયોમાં તમારે સૌથી વધારે ફળ અને લીલા શાકભાજી ખાવા જોઈએ. પ્રોસેસ્ડ ફૂડ ન ખાઓ.