December 12, 2024

શું વિનેશ ષડયંત્રના અખાડામાં હારી ગઈ? ફોગાટના ડિસ્ક્વોલિફાઈ થવાને લઈ રાજનીતિ શરૂ

Vinesh Phogat in Paris Olympic: પેરિસ ઓલિમ્પિકમાં વિનેશ ફોગાટ વિરુદ્ધ ષડયંત્ર થયું હોવાની ચર્ચા સતત થઈ રહી છે. આ એક મોટો પ્રશ્ન બની ગયો છે કે શું ખરેખર તેમની સાથે ષડયંત્ર થયું છે કે નહીં. વિનેશના કાકા મહાવીર ફોગાટે આ મામલે પ્રતિક્રિયા આપી છે. આ નેતાઓએ સરકાર પાસે પેરિસમાં વિનેશ ફોગાટ સાથે કોઈ ષડયંત્ર હતું કે કેમ તે શોધવાની માંગ કરી છે. અખિલેશ યાદવ, શરદ પવાર, NCP નેતા અમોલ કોલ્હે, રાકેશ ટિકૈતે પણ આ વિશે પ્રતિક્રિયા આપી છે.

મહાવીર ફોગાટે ષડયંત્રની વાત કરી હતી
વિનેશ ફોગટના કાકા મહાવીર ફોગટે કહ્યું કે હવે કહેવા માટે કંઈ રહ્યું નથી, અમને ખબર નથી કે વિનેશે શું ખાધું હતું કે બ્રિજ ભૂષણ દ્વારા કોઈ કાવતરું ઘડવામાં આવ્યું હતું. આ તો વિનેશને મળ્યા પછી જ ખબર પડશે. વિનેશને ગેરલાયક ઠેરવવામાં આવ્યા બાદ ગામના લોકોમાં ભારે દુખ છે. ગ્રામજનોનું કહેવું છે કે વિનેશ સાથે ઘણું ખોટું થયું છે. વિનેશ પાસે અમને ગોલ્ડની આશા હતી. આપણે તમામ આ સમજી શકતા નથી કે આ કેવી રીતે થયું?

રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યું આ
કોંગ્રેસના નેતા રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યું કે આ એક મોટું ષડયંત્ર છે. આ સમાચાર મળતાની સાથે 140 કરોડ ભારતીયો ચોંકી ગયા, રમતના ઇતિહાસમાં આ કાળો દિવસ છે. ભાજપ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે આ એક મોટું “નફરતનું ષડયંત્ર” છે.

અખિલેશે તપાસની માંગ કરી
સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે કહ્યું કે વિનેશ ફોગાટને ગેરલાયક ઠેરવવા પાછળના કારણોની તપાસ થવી જોઈએ. તપાસ ચોક્કસ થવી જોઈએ કે તેની પાછળ કારણ શું હતું.

આ પણ વાંચો: કરોડો રૂપિયાની માલિક છે Vinesh Phoagat, જાણો કેટલી છે નેટવર્થ

ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ કહ્યું આ
હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ વિનેશ ફોગાટને ઓલિમ્પિકમાંથી અયોગ્ય ઠેરવવાને કાવતરું ગણાવ્યું હતું. સરકારે આ મામલે હસ્તક્ષેપ કરવો જોઈએ. હુડ્ડાએ કહ્યું કે તેણે આ પહેલા ક્યારેય એવું સાંભળ્યું નથી કે જ્યારે કોઈ ખેલાડી ફાઈનલ મેચ રમવાનો હોય અને તેનો સિલ્વર મેડલ કન્ફર્મ થઈ જાય તો તેને અયોગ્ય ઠેરવવો જોઈએ. હુડ્ડાને સમગ્ર મામલામાં ષડયંત્રની શંકા છે અને સરકારના હસ્તક્ષેપની માંગ કરી છે.

રાકેશ ટિકૈતે પોસ્ટ કરી
ખેડૂત નેતા રાકેશ ટિકૈતે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને લખ્યું, ‘આ ખૂબ જ દુઃખદ સમાચાર છે કે દેશની દીકરીને અખાડામાં કોઈ હરાવી શક્યું નથી, પરંતુ ષડયંત્રના અખાડામાં તેનો પરાજય થયો છે. દેશનો એક મેડલ આજે રાજકારણનો શિકાર બની ગયો છે. આ દિવસ આ દેશ ક્યારેય નહીં ભૂલે.