ખંભાળિયા પોલીસે 5 લાખથી વધુનું નશાકારક સીરપ ઝડપ્યું, બે આરોપીની ધરપકડ

ફાઇલ તસવીર
દેવભૂમિ દ્વારકાઃ ફરી એકવાર આયુર્વેદિક પીણાંના નામે વેચાતું નશાકારક સીરપ ઝડપાયું છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલી ઘટના નથી જ્યારે આયુર્વેદિક સીરપના નામે નશાકારક પીણું વેચવામાં આવતું હોય. થોડા સમય પહેલાં આયુર્વેદિક નશાકારક પીણું પીવાના કારણે કેટલાક લોકો મોતને ભેટ્યા હતા.
રાજકોટ વિભાગના પોલીસ મહાનિરિક્ષક અશોક યાદવ અને પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય તથા નાયબ પોલીસ અધિક્ષક હાર્દિક પ્રજાપતિએ આયુર્વેદિક સીરપના નામે નશાકારક દ્રવ્યો વેચતા શખ્સો સામે કડક કાર્યવાહી કરવા માટે જણાવ્યુ હતુ. ત્યારે ખંભાળિયા પોલીસ ઇન્સપેક્ટર એસવાય ઝાલાના માર્ગદર્શન હેઠળ આવા નશાકારક પીણું વેચતા શખ્સ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે, ખંભાળિયા પોલીસે બાતમીને આધારે કાનાભાઈ ઉર્ફે કલ્પેશ પરબતભાઈ કેશરીયાના ઘરે જઈ તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસને કાલ મેઘાશવ આસવ અરિષ્ઠ આયુર્વેદિક નામનું શંકાસ્પદ નશાકારક સીરપ મળી આવ્યું હતું. ત્યારે પોલીસે 250 જેટલા નંગ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી.
ત્યારબાદ પોલીસે પૂછપરછ કરતા કલ્પેશે જણાવ્યુ હતુ કે, આ જથ્થો તે નારણભાઈ જામને ત્યાંથી લાવ્યા હતા. ત્યારે પોલીસે તેના ઘરે જઈ તપાસ કરતા 3650 જેટલી શંકાસ્પદ નશાકારક સીરપની બોટલો ઝડપાઈ હતી. જેમાં ઉશીર્સવા આસવ-અરિષ્ઠ, ગીતાંજલિ દ્વાક્ષાસવ સ્પેશિયલ, અશ્વાસવ, ગીતાંજલિ હર્બ 100 ટકા આયુર્વેદિક કાલ મેઘાસવ આસવ અરિષ્ઠ જેવો 5.43 લાખથી વધુ રૂપિયાનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરતા જાણવા મળ્યુ હતું કે, વડોદરાની કંપનીએ આ બોટલો મેન્યુફેક્ચર કરી છે. જેને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ મામલે આરોપીઓ સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
કામગીરી કરનારા અધિકારી અને કર્મચારીઓ
1. એસવાય ઝાલા ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર, ખંભાળીયા પોલીસ સ્ટેશન
2. દિપક એસ. રાવલીયા, એ.એસ.આઇ, ખંભાળીયા પોલીસ સ્ટેશન
3. પ્રવિણ ગોજીયા, એ.એસ.આઇ, ખંભાળીયા પોલીસ સ્ટેશન
4. હેમંત નંદાણીયા પો.હેડ.કોન્સ્ટેબલ, ખંભાળીયા પોલીસ સ્ટેશન(સર્વેલન્સ)
5. ખીમા કરમુર, પો.હડે .કોન્સ્ટેબલ, ખંભાળીયા પોલીસ સ્ટેશન(સર્વેલન્સ)
6. જેઠા પરમાર, પો.હેડ. કોન્સ્ટેબલ, ખંભાળીયા પોલીસ સ્ટેશન(સર્વેલન્સ)
7. યોગીરાજસિંહ ઝાલા, પો. કોન્સ્ટેબલ, ખંભાળીયા પોલીસ સ્ટેશન(સર્વેલન્સ)
8. કાના લુણા, પો. કોન્સ્ટેબલ, ખંભાળીયા પોલીસ સ્ટેશન(સર્વેલન્સ)
9. દિવ્યરાજસિંહ જાડેજા, પો. કોન્સ્ટેબલ, ખંભાળીયા પોલીસ સ્ટેશન(સર્વેલન્સ)