ચાંદીપુરાથી 3 બાળકોના મોત છતાં પાલનપુર નગરપાલિકાનું સફાઇ અને આશ્વાસનનું નાટક
રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા: બનાસકાંઠામાં ચાંદીપુરા વાયરસથી 3 મોત થતાં આરોગ્ય વિભાગ અને તંત્ર દોડતું થયું છે. પાલનપુર, ડીસા અને સુઈગામમાં 3 દર્દીઓના મોત થયા છે. જ્યારે ડીસા અને દાંતીવાડાના દર્દી સારવાર હેઠળ છે. જોકે પાલનપુરના વોર્ડ નંબર 2 શક્તિનગર વિસ્તારમાં બાળકનું મોત થતાં ધારાસભ્ય આરોગ્ય વિભાગ પાલનપુર નગરપાલિકાએ હવે સફાઈ સ્વચ્છતા અને આશ્વાસનનું નાટક શરૂ કર્યું છે.
પાલનપુર સુઈગામ અને ડીસાના સદરપુરના બાળકનું ચાંદીપુરા વાયરસથી ગઈકાલે મોત થયા હતા. ત્યારે પાલનપુરના શક્તિનગરની નવ વર્ષની બાળકીને અચાનક ઉલટી અને ઝાડા થતાં તેને સારવારથી ખસેડાઈ હતી. જ્યાં બીજા દિવસે તેનું મોત થયું હતું. જોકે ડીસા અને સદરપુરના દર્દીના મોત બાદ હવે જે પ્રકારે પાલનપુરના શક્તિનગર વિસ્તારમાં બાળકીનું મોત થયું છે. નવ વર્ષીય બાળકી જેનું મોત થતાં તેના પરિવારજનોમાં શોકની લાગણી છે.
તો, સાથે સાથે શક્તિનગર વિસ્તારની વાત કરીએ તો શક્તિનગર વિસ્તારમાં નગરપાલિકા દ્વારા ક્યારેય સફાઈ થઈ નથી. સ્વચ્છતા જળવાઈ નથી પાણી પણ ભરાય છે અને જેનો નિકાલ થયો નથી. વારંવાર સ્થાનિકોની રજૂઆત પણ કરી છે. પરંતુ પાલિકાએ બેદરકારી દાખવતા આખરે ચાંદીપુરા વાયરસ એ એક બાળકનો ભોગ લીધો છે.