December 9, 2024

કેજરીવાલની જામીન અરજી પર સુપ્રીમે ચુકાદો સુરક્ષિત રાખ્યો, હવે આ તારીખે સુનાવણી

Delhi Liquor Policy Scam: સુપ્રીમ કોર્ટમાં આજે 5 સપ્ટેમ્બરના રોજ દિલ્હી લિકર પોલિસી કેસમાં સુનાવણી કરવામાં આવી. સુનાવણી દરમિયાન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના જામીન પર નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. હવે, આ કેસમાં નિર્ણય 10 સપ્ટેમ્બર 2024ના રોજ આવશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે કથિત દારૂ કૌભાંડમાં CBIએ લગભગ બે વર્ષ સુધી તેમની ધરપકડ કરી ન હતી અને જ્યારે તેમને ED દ્વારા નોંધાયેલા મની લોન્ડરિંગ કેસમાં જામીન મળ્યા ત્યારે 26 જૂને તેમની ધરપકડ કરવામાં આવી. તેમના વકીલ અભિષેક સિંઘવીએ કોર્ટને જણાવ્યું કે તેમની ધરપકડ પહેલા CBIએ તેમને કોઈ નોટિસ આપી નહોતી.

એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ સુપ્રીમ કોર્ટમાં દિલ્હીના સીએમ માટે જામીન આપવા માટે વિનંતી કરતા કહ્યું કે અરવિંદ કેજરીવાલ બંધારણીય પદના પદાધિકારી છે અને તેમના ભાગી જવાનો કોઈ ખતરો નથી. સંઘવીની રજૂઆતની સામે એસવી રાજુએ કહ્યું કે કાયદામાં કોઈ વ્યક્ત ખાસ નથી હોતો. કાયદા સમક્ષ સૌ સામાન્ય લોકો જ હોય છે.

આ પણ વાંચો: હરિયાણા સરકારમાં મંત્રી રણજીત સિંહ ચૌટાલાનું રાજીનામું, ભાજપથી હતા નારાજ

CBI તરફથી હાજર થયેલા એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી. રાજુએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, “મને કહેવામાં આવ્યું છે કે કોર્ટે ચાર્જશીટ પર પણ સંજ્ઞાન લીધું છે. આનો અર્થ એ થયો કે પ્રથમ દ્રષ્ટિનો કેસ બને છે. આજે જો માનનીય જસ્ટિસ સીએમ કેજરીવાલને જામીન આપે છે, તો તે હાઈકોર્ટ માટે મનોબળ તોડવા વાળી વાત હશે.” એસવી રાજુએ દલીલ કરી હતી કે મનીષ સિસોદિયા, BRS નેતા કે. કવિતા, આ લોકો જામીન માટે ટ્રાયલ કોર્ટમાં ગયા હતા, પરંતુ કેજરીવાલ સાપ-સીડીની રમતની જેમ શોર્ટકટ લેતા રહ્યા.