March 17, 2025

RCB સામે ઋષભ પંત વગર દિલ્હી કેપિટલ્સની ‘કરો યા મરો’ જેવી સ્થિતિ

RCB vs DC: રવિવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાશે. પ્લેઓફના દૃષ્ટિથી દરેક મેચ એલિમિનેટર જેવી લાગે છે. RCBએ IPL 2024માં અત્યાર સુધી 12 મેચ રમી છે અને ટીમ 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં 7માં નંબર પર છે. બીજી બાજુ, દિલ્હી હાલમાં 12 પોઈન્ટ સાથે પાંચમા સ્થાને છે. આ મેચમાં જે પણ ટીમ જીતશે, તેની પ્લેઓફમાં જવાની શક્યતા વધી જશે, તેથી RCB vs DC મેચને એલિમિનેટર મેચ કહેવું ખોટું નથી.

આ પણ વાંચો:  રિષભ પંતને કરાયો સસ્પેન્ડ, કેપ્ટન સહિત આખી ટીમને ફટકાર્યો દંડ

દિલ્હી પંત વિના ઉતરશે દિલ્હી
નોંધનીય ચે કે, રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં દિલ્હી કેપિટલ્સ સ્લો ઓવર-રેટ માટે દોષી સાબિત થઈ હતી. આ કારણે દિલ્હીના કેપ્ટન રિષભ પંત પર 30 લાખ રૂપિયાનો દંડ અને એક મેચનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. IPL 2024માં આ ત્રીજી વખત છે, જ્યારે DC નિર્ધારિત સમય મર્યાદામાં 20 ઓવર નાખવામાં ટીમ નિષ્ફળ રહી હતી. નિયમો અનુસાર, જો કેપ્ટન બે વખત ધીમી ઓવર રેટ માટે દોષી સાબિત થાય છે, તો તેને માત્ર દંડનો સામનો કરવો પડશે, ત્રીજી વખત કેપ્ટન પર એક મેચનો પ્રતિબંધ છે. આ કારણે ઋષભ પંત રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચમાં રમી શકશે નહીં.

આ પણ વાંચો: IPL Playoff Scenario: ચેન્નઈની હારથી આ ટીમોની પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત

આ મેચ RCB માટે એલિમિનેટર સમાન છે
જો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે IPL 2024ના પ્લેઓફમાં પહોંચવું હોય તો તેણે બાકીની બંને મેચ જીતવી પડશે. IPL લીગ તબક્કામાં બેંગલુરુની આ 13મી મેચ છે, જે જીતવાથી ટીમને 12 પોઈન્ટ મળશે. RCBનો નેટ રન-રેટ +0.217 હોવાથી, તેની પ્લેઓફમાં જવાની શક્યતાઓ વધારે છે, પરંતુ તેમની આશા જીવંત રાખવા માટે, બેંગલુરુએ દરેક કિંમતે દિલ્હી કેપિટલ્સ સામે જીત નોંધાવવી પડશે. જો DC આજની મેચ જીતશે તો RCB બહાર થઈ જશે.

RCB અને DC IPL 2023માં પ્લેઓફમાં પહોંચી શક્યા ન હતા
ઉલ્લેખનીય છે કે, રોયલ ચેલેન્જર્સ અને દિલ્હી કેપિટલ્સ IPL 2023ના પ્લેઓફમાં પહોંચી શક્યા નથી. ગત સિઝનમાં બેંગલુરુ અને દિલ્હી અનુક્રમે છઠ્ઠા અને નવમા ક્રમે હતા. બંને ટીમો ફરી એકવાર મૂંઝવણમાં ફસાઈ ગઈ છે. RCB અને DC પણ તે ટીમોમાં સામેલ છે જે આજ સુધી IPL ચેમ્પિયન બની શકી નથી.