December 13, 2024

Heatwave Updates: હિટવેવથી મોતના આંકડા વધ્યાં, સુરત સ્મશાન ગૃહમાં દરરોજ 18નાં અંતિમ સંસ્કાર

અમિત રૂપાપરા, સુરત: રાજ્યમાં કાળઝાળ ગરમીને લઇને લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ત્યારે હવે હિટવેવને લઈને મોતના આંકડામાં વધારો થયો છે. સુરતમાં હિટવેવને લઇને સ્માશાન ગૃહોમાં અંતિમ સંસ્કારના આંકડામાં વધારો નોંધાયો છે. દૈનિક 17થી 18ની સામે અંતિમ સંસ્કારની સંખ્યા 40 પર પહોંચી છે. જ્યારે એપ્રિલ માસમાં ઉમરા રામનાથ ઘેલા સ્મશાનભૂમિમાં 439 અંતિમ સંસ્કાર થયા છે.

મળતી માહિતી અનુસાર, સુરતમાં કાળઝાળ ગરમીને લઇને લોકો હેરાન પરેશાન છે ત્યારે હવે હિટવેવને કારણે મોતના આંકડામાં વધારો થયો છે. દૈનિક 17થી 18ની સામે અંતિમ સંસ્કારની સંખ્યા 40 પર પહોંચી છે. જ્યારે એપ્રિલ માસમાં ઉમરા રામનાથ ઘેલા સ્મશાનભૂમિમાં 439 અંતિમ સંસ્કાર થયા છે. ચાલુ મહિનામાં 22 તારીખ સુધીમાં 475 મોતનો આંકડો પહોંચ્યો છે. તો લીંબાયત મુક્તિધામમાં ગત મહિને સરેરાશ ત્રણ મૃતદેહની હતી. લીંબાયત મુક્તિધામમાં અંતિમ સંસ્કાર માટે મૃતદેહની સંખ્યા વધી દૈનિક 5 થઈ છે.

કુરુક્ષેત્ર સ્મશાનભૂમિમાં એપ્રિલમાં 523 સામે સરેરાશ 17 મોતનો આંકડો હતો. મેં માસમાં આંકડો અત્યાર સુધીમાં 429 પર પોહચ્યો છે. તો અશ્વની કુમાર સ્મશાન ભૂમિમાં દૈનિક 22ની સામે હાલ 27 મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. જ્યારે 22મીના રોજ કુરુક્ષેત્ર સ્માશનમાં 15થી 20ની સામે એકજ દિવસમાં 40 અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: ઉત્તર ભારતના રાજ્યોમાં આગ ઝરતી ગરમી, દેશના 16 શહેરમાં પારો 45+

શહેરના કુરક્ષેત્ર અને અશ્વનીકુમારના છેલ્લા બે દિવસના આંકડા

18 મે કુરુક્ષેત્રના 24
18 મે અશ્વનીકુમાર 35

19 મે કુરુક્ષેત્ર 23
19 મે અશ્વનીકુમાર 16

20 મે કુરુક્ષેત્ર 20
20 મે અશ્વનીકુમાર 40

21 મે કુરુક્ષેત્ર 21
21 મે અશ્વનીકુમાર 39

22 મે કુરુક્ષેત્ર 40
22 મે અશ્વનીકુમાર 37

23 મે કુરુક્ષેત્ર 30
23 મે અશ્વનીકુમાર 47

હિટવેવ અને તાપમાનનો પારો 40 ડિગ્રીએ જતા મોતના આંકડામાં વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે અગાઉ પણ આગાહી કરી હતી કે, રાજ્યમાં ગરમીમાં વધારો થવાની સંભાવના છે. આ સિવાય અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમીને લઇને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.