October 11, 2024

DC vs GT: ગુજરાત ટાઇટન્સને હરાવીને દિલ્હી કેપિટલ્સને મોટો ફાયદો મળ્યો

IPL 2024: દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સની ગઈ કાલે મેચ હતી. જેમાં દિલ્હીની ટીમનો 4 રને વિજય થયો હતો. ગઈ કાલની મેચમાં દિલ્હીની જીતનો હીરો રિષભ પંતને કહી શકાય. તેણે 88 રનની ઇનિંગ રમી હતી.

આ ચોથી જીત
દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સની આ સિઝનની 40મી મેચ હતી. આ મેચનું આયોજન દિલ્હીમાં કરવામાં આવ્યું હતું. સારી વાત એ હતી કે દિલ્હીને ઘર આંગણે જીત મળી હતી. દિલ્હી કેપિટલ્સનો 4 રને વિજય થયો હતો. આખી મેચનું પરિણામ છેલ્લા બોલ પર બદલાયું હતુ. દિલ્હીની જીત સાથે પોઈન્ટ ટેબલમાં પણ ટીમને ફાયદો થયો છે. આ સિઝનમાં દિલ્હી કેપિટલ્સની આ ચોથી જીત છે.

આ પણ વાંચો: IPLમાં 35 વર્ષીય બોલરે બનાવ્યો શરમજનક રેકોર્ડ!

છેલ્લા બોલ પર હાર
225 રનના લક્ષ્યાંકના જવાબમાં ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 220 રન બનાવ્યા હતા. ગુજરાત ટાઇટન્સના ખેલાડી સાઇ સુદર્શને સૌથી વધુ 65 રન બનાવ્યા હતા. રાશિદ ખાનની વાત કરવામાં આવે તો તેણે 11 બોલમાં અણનમ 21 રન બનાવ્યા હતા. પરંતુ આ ઇનિંગ્સ ટીમને જીત અપાવી શકી નહીં. દિલ્હી કેપિટલ્સની ગઈ કાલની મેચમાં જીત થતાની સાથે તે 6 સ્થાન પર પહોંચી ગઈ છે. આ મેચમાં જીત મળી ના હતી તે પહેલા 8મા ક્રમે હતી. તમને જણાવી દઈએ કે દિલ્હીની ટીમે અત્યાર સુધીમાં 9 મેચ રમી છે. જેમાં 4 મેચમાં જીત થઈ છે. ગઈ કાલની મેચમાં ગુજરાતની ટીમની હારની સાથે પોઈન્ટ ટેબલમાં 7મા સ્થાને આવી ગઈ છે. આ મેચ પહેલા ગુજરાતની ટીમ 6 સ્થાન પર હતી.