વડનગરના કરબટીયા ગામ પાસે ઝડપાયું ડબ્બા ટ્રેડિંગ, રોકાણકારોને આપતા હતા વધુ નફો કમાવવાની લાલચ

Vadnagar: મહેસાણાના વડનગરના કરબટીયા ગામ પાસેથી ડબ્બા ટ્રેડિંગ પકડાયું છે. રોકાણકારોને હૈદરાબાદની કંપનીની ખોટી ઓળખ આપી વધુ નફો આપવાની લાલચ આપતા હતા. ગ્રાહકો પાસે એકાઉન્ટમાં 62768 રૂપિયાની ઓનલાઈન રકમ મેળવી હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી અનુસાર વડનગર પોલીસની રેડ દરમિયાન ડબ્બા ટ્રેડિગ પકડાતા ચકચાર મચી જવા પામી છે. નોંધનીય છે કે, આ ઘટનામાં સેબીના કોઈપણ જાતના લાઇસન્સ વગર ડબ્બા ટ્રેડિંગ કરવામાં આવતું હતું. તેમજ રોકાણકારોને હૈદરાબાદની કંપનીની ખોટી ઓળખ આપી વધુ નફો આપવાની લાલચ આપતા હતા. આ સિવાય ગ્રાહકો પાસે એકાઉન્ટમાં 62768 રૂપિયાની ઓનલાઈન રકમ મેળવી હોવાનું પણ સામે આવ્યું છે. જોકે, પોલીસે 5 શખ્સ સામે ગુનો નોંધી મોબાઈલ અને ગ્રાહકોના લિસ્ટ સહિત મુદ્દામાલ કબ્જે કર્યો છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: વધુ એક નશામાં ધૂત નબીરાએ કર્યો અકસ્માત, હિમાલયા મોલ પાસે 4થી 5 વાહનોને અડફેટે લીધા