ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સાથે રમાશે આ ટુર્નામેન્ટ, સચિન તેંડુલકરની આગેવાની હેઠળ ભારતીય ટીમ જાહેર

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ટૂંક સમયમાં શરૂ થશે. જેમાં 8 ટીમ ભાગ લેવાની છે. 19 ફેબ્રુઆરીથી ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત થશે. જેની ફાઇનલ મેચ 9 માર્ચના રમાશે. આ ટુર્નામેન્ટ દરમિયાન, એક મોટી લીગ રમાવાની છે. જેમાં સચિન તેંડુલકર સહિત ક્રિકેટ જગતના મોટા ખેલાડીઓ ભાગ લેશે. આ ટુર્નામેન્ટમાં 6 ટીમ ભાગ લેશે. જેમાં ભારતની સાથે શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઈન્ડિઝ, ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાની ટીમ ભાગ લેવાની છે. આ ટુર્નામેન્ટ ચેમ્પિયન્સ ટ્રોફી સાથે રમાવાની છે. 22 ફેબ્રુઆરીથી આ ટુર્નામેન્ટ શરૂ થશે અને તેની ફાઇનલ મેચ16 માર્ચે રમાશે. તમામ મેચ નવી મુંબઈ, વડોદરા અને રાયપુરમાં રમાવાની છે.

ત્રણ ટીમોની જાહેરાત
આ ટુર્નામેન્ટ માટે અત્યારે 3 ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. ઈન્ડિયા, ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકાનો સમાવેશ થાય છે. ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ સચિન તેંડુલકર કરતા જોવા મળશે. સચિન તેંડુલકર ભારતીય ટીમમાં યુસુફ પઠાણ, યુવરાજ સિંહ, ઇરફાન પઠાણ, અંબાતી રાયડુ, નમન ઓઝા, વિનય કુમાર, ધવલ કુલકર્ણી જેવા મોટા નામોનો સમાવેશ થાય છે. શ્રીલંકા ટીમનું નેતૃત્વ કુમાર સંગાકારા કરતો જોવા મળશે.

આ પણ વાંચો:ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ICCએ ભારતીય ચાહકોને આપી મોટી ભેટ

ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ T20 2025 માટે ભારતીય ટીમ: યુસુફ પઠાણ, ઇરફાન પઠાણ, સ્ટુઅર્ટ બિન્ની, ધવલ કુલકર્ણી, વિનય કુમાર, શાહબાઝ નદીમ, રાહુલ શર્મા, પ્રજ્ઞાન ઓઝા, પવન નેગી, ગુરકીરત માન, સચિન તેંડુલકર, યુવરાજ સિંહ, સુરેશ રૈના, અંબાતી રાયડુ, મિથુન મનહાસ.

ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ T20 2025 માટે ઓસ્ટ્રેલિયા ટીમ: પીટર નેવિલ, બેન ડંક, નાથન રિઅર્ડન, જેસન કર્જ્જા, નાથન કુલ્ટર-નાઇલ, શેન વોટસન, શોન માર્શ, બેન કટિંગ, જેમ્સ પેટિન્સન , બેન હિલ્ફેનહોસ, બેન લાફલિન, કેલમ ફર્ગ્યુસન, બ્રાયસ મેકગેન, ઝેવિયર ડોહર્ટી.

ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ T20 2025 માટે શ્રીલંકાની ટીમ: રમેશ કાલુવિથરણા, આસન પ્રિયંજન, ઉપુલ થરંગા, નુવાન પ્રદીપ, કુમાર સંગાકારા, રોમેશ કાલુવિથરણા, કુમાર સંગાકારા (કેપ્ટન),લાહિરુ થિરામણે, ચિંતાકા જયસિંઘે, સીકુગે પ્રસન્ના, જીવન મેન્ડિસ, ઇસુરુ ઉદાના, ધમ્મિકા પ્રસાદ, સુરંગા લકમલ, દિલરુવાન પરેરા, એસ્લા ગુણારત્ને, ચતુરંગા ડી સિલ્વા