October 13, 2024

IPL Playoff Scenario: ચેન્નઈની હારથી આ ટીમોની પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત

આગામી મુકાબલામાં જો ચેન્નાઇ, દિલ્હી અને લખનઉની સાથે કંઇ ખરાબ થાય છે તો આરસીબી અને ગુજરાત બાજી મારી શકે છે.

IPL 2024 Playoffs Chances: ગુજરાતે ચેન્નઇ વિરૂદ્ધ શુક્રવારે જીત મેળવી પ્લેઓફમાં પહોંચવાની આશાને જીવંત રાખી છે. આઇપીએલ 2024ની 59મી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ હતી. આ મેચમાં ગિલની આગેવાની હેઠળ ગુજરાતે ચેન્નઇને 35 રને હરાવી દીધુ હતું. ચિંતાનો વિષય એ છે કે, સીએસકેની આ હારથી તેની મુશ્કેલીઓ વધી ગઇ છે. તેની હાર બાદ ચાર ટીમોની કિસ્મત ખુલી ગઇ છે. આ સિઝનમાં ચેન્નઇની બે મેચ બાકી છે. જો તેમાંથી ગાયકવાડની ટીમ એક પણ મેચ હારી જાય છે તો તેના પર પ્લેઓફથી બહાર થવાનો ખતરો મંડરાઇ શકે છે.

આ ટીમોને મળ્યો ફાયદો
હારવા છતા હાલમાં ચેન્નઇ પોઇન્ટ ટેબલમાં ચોથા સ્થાન પર છે. ટીમના ખાતામાં 12 અંક છે અને તેનો રનરેટ +0.491 છે. સીએસકેની હારથી દિલ્હી કેપિટલ્સ, લખનઉ સુર જાયન્ટસ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂ અને ગુજરાત ટાઇટન્સની કિસ્તમ ખુલી ગઇ છે. ચારેય ટીમો હાલમાં પ્લેઓફની દોડમાં છે. ત્યાં જ પોઇન્ટ ટેબલમાં ટોચ પર કોલકાતાનો કબ્જો છે. આજે તેનો સામનો મુંબઇ સામે છે. જો આજની મેચમાં તે મુંબઇ ઇન્ડિયન્સને હરાવી નાંખે છે તો તે પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની જશે. બીજા અને ત્રીજા સ્થાન પર રાજસ્થાન અને હૈદરાબાદ છે.

આરસીબી અને ગુજરાત પાસે બાજી મારવાની તક
ગુજરાત સામે મળેલી હાર બાદ સીએસકે જો પોતાની બંને આગામી મેચ જીતી જાય છે તો 16 અંક સુધી પહોંચી જશે. ત્યાં જ દિલ્હી અને લખનઉ પાસે પણ આટલા જ અંક સુધી પહોંચવાની તક છે. લીગ સ્ટેજ પર બંને ટીમોએક મેચમાં આમને-સામને હશે. આવામાં નક્કી છે કે એક ટીમ 16 અંકો સુધી પહોંચી જશે. આગામી મુકાબલામાં જો ચેન્નાઇ, દિલ્હી અને લખનઉની સાથે કંઇ ખરાબ થાય છે તો આરસીબી અને ગુજરાત બાજી મારી શકે છે.

ગુજરાતે આગામી બંને મેચ જીતવાની રહેશે
આવી સ્થિતિમાં નેટ રનરેટના આધારે ટીમોને પ્લેઓફમાં પહોંચવાની તક મળશે. ટોચની 4 ટીમોને છોડતા નેટ રનરેટના મામલે ગુજરાતની ટીમ ખુબ જ મજબૂત નજર આવી રહી છે. 10 અંકો અને -1.063 ના રનરેટની સાથે ટીમ આઠમા સ્થાન પર છે. કોલકાતા અને હૈદરાબાદ વિરૂદ્ધ મુકાબલામાં તેમની પાસે તેને સુધારવાની તક છે.