November 10, 2024

ગાંધીનગર ખાતે સહકારિતા દિવસની ઉજવણી, અમિત શાહે કર્યું ઓર્ગેનિક આટાનું લોન્ચિંગ

મલ્હાર વોરા, ગાંધીનગર: આજે રાષ્ટ્રીય સહકારિતા દિવસની ઉજવણી કરવામાં આવી. રાષ્ટ્રીય સહકારિતા દિવસનો રાષ્ટ્રીય કક્ષાનો કાર્યકમ ગુજરાત ખાતે યોજાયો હતો. ગાંધીનગર ખાતે પ્રથમ વખત સહકારિતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ઈફકો ચેરમેન દિલીપ સંઘાણી સહિત અનેક દિગ્ગજ નેતાઓએ હાજરી આપી હતી.

કાર્યક્રમમાં ઇફકો ચેરમેન દિલીપ સંઘાણીએ નિવેદન આપતા કહ્યું હતું કે આખા વિશ્વમાં ત્રીજી ઇકોનીમી સુધી પહોંચવા દેશમાં માટે સહકારી ક્ષેત્ર અગત્યનું છે. નેનો યુરિયા નવી ટેનોલોજીનો ઉપયોગ થયો છે. તો, સાથે સાથે કાર્યક્રમમાં જગદીશ વિશ્વકર્માએ નિવેદન આપતા કહ્યું હતું, ‘આજનો દિવસ ખાસ દિવસ છે. શ્યામા પ્રસાદ મુખર્જીની આજે જન્મજયંતી છે. ટ્રાન્સફર સહિત ટેકનોલોજીના માધ્યમથી કામ થશે. ગુજરાત સરકાર કેન્દ્ર સરકારના સૂચનો પ્રમાણે કામ કરશે.

કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા સંબોધન કરતાં સૌ પ્રથમ શ્યામા પ્રસાદ મુખર્જીને યાદ કરતાં કહ્યું હતું કે જમ્મુ કાશ્મીરને ભારતનો હિસ્સો બનનાર એવા શ્યામા પ્રસાદ મુખર્જી જન્મ જયતિના વંદન. પોતાના સંબોધનમાં સીએમ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનવા બદલ શુભકામનાઓ આપી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે સમાન ધ્યેય, સમાન કામ એવું સરકારનું લક્ષ્ય છે. આઝાદીના વર્ષો બાદ સહકારિતા વિભાગની સ્થાપના 6 જુલાઈ 2021ના રોજ કરવામાં આવી. આજે ચોથો સ્થાપના દિવસ છે. દેશની અર્થવ્યવસ્થા વૈશ્વિક ઈકોનોમીમાં ત્રીજા ક્રમે પહોંચે તે રીતે આયોજન કરવાનું છે. સહકાર ક્ષેત્રે ગુજરાત રાજ્ય ઘણી પ્રગતિ કરી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે આજે મહત્વના નિર્ણયો લેવામાં આવશે જેનો સીધો લાભ ખેડૂતો અને પશુપાલનને થશે. અમિત શાહ સહકરી ક્ષેત્રે નવીન ટેકનોલોજી લઈને આવ્યા છે. જેથી ખેડૂતોને નવા ફાયદા થયા છે.

કાર્યક્રમમાં સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે ત્રણ ખેડૂતોને નેનો યુરિયાની પ્રતીકાત્મક કીટ આપવામાં આવી. તો સાથે સાથે, ગૃહમંત્રી દ્વારા ઓર્ગેનિક લોટનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું. તેમજ, દિલ્હી ખાતે અમૂલ ઓર્ગેનિક દુકાનનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું. સમગ્ર દેશમાં આ અમૂલની સૌપ્રથમ ઓર્ગેનિક લોટની શોપ હશે.

કાર્યક્રમમાં કેન્દ્રીય સહકારીતા મંત્રી અને ગૃહમંત્રી અમિત શાહે પણ સંબોધન કર્યું હતું અને આજના દિવસને મહતનો દિવસ ગણાવી સહકારિતા દિવસની શુભકામનાઓ પાઠવી હતી. વધુમાં શાહે શ્યામા પ્રસાદ મુખર્જીને યાદ કરતાં શ્રદ્ધાંજલિ આપી હતી અને કહ્યું હતું કે આજે શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મજયંતી છે અને આજે બંગાળ અને કાશ્મીર શ્યાજીના કારણે છે અસ્તિત્વમાં આવ્યું છે. રાષ્ટ્ર માટે તેમણે બલિદાન આપ્યું છે. કાશ્મીરમાં બે નિશાન, બે ઝંડા, બે નેતાઓની પ્રથા નરેન્દ્ર મોદીએ બંધ કરીને ભારતનો તિરંગો ઝંડો ફરકાવ્યો છે.

તો કાર્યક્રમમાં અમિત શાહે કોંગ્રેસ પર ચાબખા પણ માર્યા હતા. અમિત શાહે જણાવ્યું હતું કે કોંગ્રેસના આકાઓને ક્યારે સહકાર વિભાગ બનાવવાની ખબર ન પડી. નરેન્દ્ર મોદીએ સત્તા સંભાળ્યા બાદ તુરંત સહકારિતા વિભાગની રચના કરી. સાથે સાથે શાહે ગુજરાત સરકારનો પણ આભાર માન્યો. તેમણે કહ્યું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી છે કે નેનો યુરિયામાં 50 ટકા સબસીડી આપવામાં આવશે. આ જાહેરાત માટે ગુજરાત સરકારનો આભારી છું. હાલ બે બ્રાન્ડ છે. ભારત ઓર્ગેનિક બ્રાન્ડ અને અમૂલ ઓગ્રેનિક બ્રાન્ડ જે વિશ્વ કક્ષાએ પ્રખ્યાત છે. જેથી લોકોને અપીલ કરું છું. તે આ બ્રાન્ડ પાસેથી ખરીદી કરે.