December 4, 2024

કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે આપી પ્રતિક્રિયા, લોકોને વધુમાં વધુ મતદાન કરવા કરી અપીલ

Vav: બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટેનું મતદાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે. વાવ વિધાનસભા બેઠક પર 3.10 લાખ મતદારો મતદાનનો ઉપયોગ કરશે. વાવની પેટાચૂંટણીના જંગમાં ત્રિપાંખીયો મુકાબલો જામ્યો છે. જેમાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે કાંટાની ટક્કર છે. બંન્ને મુખ્ય પક્ષ સહિત 10 જેટલા ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. ત્યારે હવે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત ઢીમાના ધરણીધર ભગવાનના દર્શન કરવા પહોંચ્યા છે. ગુલાબસિંહ રાજપુતે ધરણીધર ભગવાન અને ઢીમણનાગના દર્શન કરી લોકોને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી છે. ગુલાબસિંહ રાજપુતે જીતનો વ્યક્ત વિશ્વાસ કર્યો છે.

મળતી માહિતી અનુસાર આજે વાવ બેઠક પર મતદાનનો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે પ્રતિક્રિયા આપી છે. તેમણે લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે કરી અપીલ છે. સાથે જ ગુલાબસિંહ રાજપૂતે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટેનું મતદાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે. વાવ વિધાનસભા બેઠક પર 3.10 લાખ મતદારો મતદાનનો ઉપયોગ કરશે. વાવની પેટાચૂંટણીના જંગમાં ત્રિપાંખીયો મુકાબલો જામ્યો છે. જેમાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે કાંટાની ટક્કર છે. બંન્ને મુખ્ય પક્ષ સહિત 10 જેટલા ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે.

આ પણ વાંચો: Live: બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે મતદાન શરૂ

વાવ વિધાનસભામાં 3.10 લાખ જેટલા મતદાતાઓ છે જેમાં 77,694 જેટલા ઠાકોર મતદાતાઓ ,47,107 જેટલા પટેલ-ચૌધરી મતદાતાઓ,25,995 રબારી મતદાતાઓ,39,260 જેટલા અનુસૂચિત જાતિના મતદાતાઓ તેમજ19,640 જેટલા રાજપૂત મતદાતાઓ નિર્ણાયક ભૂમિકા ભજવશે…30 ટકા મતદારો ઠાકોર સમાજના છે જ્યારે 17% ચૌધરી પટેલ સમાજના છે 12% દલિત સમાજના છે નવ ટકા બ્રાહ્મણ સમાજના છે અને 9 ટકા રબારી સમાજના છે.