પાલનપુરમાં વ્યાજખોરોનો ત્રાસ! રકમ વસુલ્યા બાદ પણ વેપારીને ધમકી આપતા નોંધાઈ ફરિયાદ

Palanpur: દિવસે-દિવસે વ્યાજખોરોનો ત્રાસ વધતો જઈ રહ્યો છે. જેને લઈને ઘણી વખત લોકો આપઘાત કરી લેતા હોવાની ઘટના સામે આવી છે. જ્યારે આ વચ્ચે પાલનપુરમાં વ્યાજખોરો દ્વારા ત્રાસ આપવાની ઘટના સામે આવી છે. પાલનપુરમાં વેપારીને ધમકી આપતા વ્યાજખોર સામે ફરિયાદ નોંધવામાં આવી છે. વ્યાજખોરોએ વેપારી પાસેથી 8 લાખના 24.80 લાખ વસુલ્યા હતા.
મળતી માહિતી અનુસાર પાલનપુરમાં વ્યાજખોર સતત વેપારીને ધમકી આપી રહ્યો હતો. રકમ વસુલ્યા બાદ પણ વેપારીને ધમકી આપતા વેપારીએ ફરિયાદ નોંધાઈ છે. નોંધનીય છે કે વેપારીએ દુકાન ખરીદવા 10% ના વ્યાજદરે રૂ.8 લાખ લીધા હતા. વ્યાજ સહિત વેપારીએ 24.80 લાખ ચુકવ્યા છતા વેપારીને ધમકી મળતી હતી. આ સિવાય વ્યાજખોર દ્વારા અવાર નવાર ઘરે જઈને ધમકીઓ આપવામાં આવતી હતી. જેને લઈને વ્યાજખોરના ત્રાસથી કંટાળીને વેપારીએ પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરની નવયુગ ટનલમાં ભયાનક અકસ્માત, 12 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત