October 4, 2024

IPL 2024: 8 વર્ષ બાદ બન્યા 8 સંયોગ, SRHનું ચેમ્પિયન બનવું નક્કી!

આ 8 સંયોગો સનરાઇઝર્સ હૈદરાબાદને આઇપીએલ 2024માં ચેમ્પિયન બનાવી રહ્યા છે.

IPL 2024: આઈપીએલની 17મી સિઝનની ચેમ્પિયન ટીમ 26 મે નારોજ મળી જશે. શુક્રવારની રાત્રે આઇપીએલ 2024ની ક્વોલિફાયર-2માં સનરાઇઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સ વિરૂદ્ધ ધમાકેદાર જીત સાથે ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. હવે આ ખિતાબી મુકાબલો રવિવારે કેકેઆર અને એસઆરએચ વિરૂદ્ધ રમાશે. આ પહેલા આઇપીએલ 2024માં ચેમ્પિયન બનનાર ટીમને લઇ ભવિષ્યવાણીનો દોર શરૂ થઇ ગયો છે. કેટલાક દિગ્ગજ જ્યાં કેકેઆરને ચેમ્પિયન ગણાવી રહ્યા છે તો કેટલાક એસઆરએચની જીતની ભવિષ્યવાણી કરી રહ્યા છે. પરંતુ આઠ વર્ષ બાદ આઠ એવા અદ્ભુત સંયોગ પણ બની રહ્યા છે જે ટીમને ફરીથી ચેમ્પિયન બનાવી રહ્યા છે.

સનરાઇઝર્સ હૈદરાબાદે IPL 2016નો ખિતાબ જીત્યો હતો
ખરેખરમાં 8 વર્ષ પહેલા એટલે કે IPL 2016નો ખિતાબ સનરાઇઝર્સ હૈદરાબાદે જીત્યો હતો. તે સિઝનમાં કેટલીક એવી ઘટનાઓ બની હતી, જે IPL 2024માં પણ બની હતી. આ એક-બે નહીં પરંતુ 8 એવી વસ્તુઓ છે જે સમાન છે. તેમને જોઈને લાગે છે કે આ વખતે પણ સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ ચેમ્પિયન બનશે. ચાલો તમને એ પણ જણાવીએ કે કયા છે આ 8 સંયોગો?

આ પણ વાંચો: જ્હાનવી કપૂરની ગાધી અને આંબેડકર વિશે કરેલી વાત સાંભળી યૂઝર્સે કહ્યું- બ્યુટી વિથ બ્રેન

આ 8 સંયોગો સનરાઇઝર્સ હૈદરાબાદને આઇપીએલ 2024માં ચેમ્પિયન બનાવી રહ્યા છે

  1. 2016માં પણ ઓસ્ટ્રેલિયન ખેલાડી સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમનો કેપ્ટન હતો અને વર્તમાન સિઝનમાં ઓસ્ટ્રેલિયન ખેલાડી પેટ કમિન્સ કેપ્ટન છે.
  2. આઇપીએલ 2016ની જેમ આ સિઝનમાં SRHના બંને ઓપનિંગ બેટ્સમેન લેફ્ટી છે.
  3. 2016 માં SRH પાસે એક ભારતીય અને એક ઓસ્ટ્રેલિયન ઓપનર હતો અને આ વખતે પણ તે જ છે.
  4. 2016માં પણ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઓફ માટે ક્વોલિફાઈ કરી શક્યા ન હતા.
  5. ઓસ્ટ્રેલિયાનો ઓપનિંગ બેટ્સમેન ખબ્બુ સલામી IPL 2016માં ટોપ સ્કોરર હતો અને આ વખતે પણ.
  6. સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે 2016માં ફેર પ્લે એવોર્ડ જીત્યો હતો અને આ વખતે પણ તે આ એવોર્ડની રેસમાં સૌથી આગળ છે.
  7. વિરાટ કોહલી 2016 IPLમાં પણ ઓરેન્જ કેપ ધારક હતો અને અત્યાર સુધી કોહલી IPL 2024માં ઓરેન્જ કેપનો એકમાત્ર દાવેદાર છે.
  8. IPL 2016 માં પણ SRHની સાથે KKR અને RCB પ્લેઓફ માટે ક્વોલિફાય થયા હતા.