નારિયેળ કે લીંબુ પાણી? જાણો કયું પીણું સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક

Coconut Water: ઉનાળાની સિઝન આવી ગઈ છે. આ સિઝનમાં બધા નાળિયેર પાણી કે પછી લીંબુ પાણી પીવાનું જોર વધારે રાખતા હોય છે. પરંતુ મોટા ભાગના લોકોને ખબર નથી કે નારિયેળ પાણી કે લીંબુ પાણી કયું કુદરતી પીણું સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે? આવો જાણીએ.
નાળિયેર પાણીના ફાયદા
ઉનાળામાં ડિહાઇડ્રેશનની સમસ્યાને દૂર કરવા માટે તમારે નાળિયેરનું પાણી પીવું જરૂરી છે. એસિડિટીની સમસ્યાને નાળિયેર પાણી પીને તમે દૂર કરી શકો છો.
લીંબુ પાણી પીવાના ફાયદા
લીંબુ પાણીમાં વિટામિન સી સારી માત્રા વધારે જોવા મળે છે. રોગપ્રતિકારક શક્તિને કારણે વારંવાર બીમાર પડતા હોવ તો તમારે રોજ લીંબુ પાણી પીવું જોઈએ. લીંબુ પાણી ત્વચાના રંગને નિખારવામાં પણ અસરકારક સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો: T20 વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમને BCCI એ આપી ખાસ ભેટ, ખેલાડીઓ જીવનભર યાદ રાખશે
શું વધુ ફાયદાકારક છે?
નાળિયેર પાણી શરીરને હાઇડ્રેટ રાખવામાં વધારે મદદ કરે છે. જો તમે વજન ઉતારવા માંગતા હોવ તો તમારે નારિયેળ પાણીને બદલે લીંબુ પાણી પીવું સારું સાબિત થઈ શકે છે. નારિયેળ પાણીને બદલે લીંબુ પાણી વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ત્વરિત ઉર્જા માટે નારિયેળ પાણી લીંબુ પાણી કરતાં વધુ અસરકારક સાબિત થઈ શકે છે.