December 5, 2024

કચ્છ-મોરબી: વિનોદ ચાવડાના સમર્થનમાં CM ભૂપેન્દ્રભાઈ પટેલે સભા ગજવી

ડેનિશ દવે, મોરબી: મતદાનને હવે ગણતરી ના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે નેતાઓ મતદાતાઓને રિઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તમામ નેતાઓ પોતાના ઉમેદવારોના સમર્થનમાં સભા ગજવી રહ્યા છે ત્યારે આજરોજ મોરબી સ્થિત આવેલ કાંતિભાઈ અમૃતિયાના નિવાસસ્થાનથી થોડે દુર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેદ્રભાઈ પટેલે સભા ગજવી હતી અને કચ્છ મોરબી બેઠકના ભાજપ ઉમેદવાર વિનોદભાઇ ચાવડા ને બહુમતી થી જીત મળે તેવી લાગણી વ્યક્ત કરી હતી.

તમામ 25 બેઠકો ઉપર જંગી લીડથી ભાજપને જીતડવા જનતાએ આહવાન કરવામાં આવ્યું હતું લોકસભા ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે શનિવારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે મોરબી ખાતે મોરબી – કચ્છ લોકસભા બેઠકના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાના સમર્થનમાં સભા ગજાવી લોકોને ભાજપને મત આપી વડાપ્રધાનના 400પારના નારાને સાર્થક કરવા તેમજ મોરબીથી જંગી મતદાન કરી ભાજપના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાને જીત અપાવવા આહવાન કર્યું હતું. આ સભામાં મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા વાંકાનેર ના ધારાસભ્ય જીતુભાઇ સોમાણી તેમજ રાજવી સંસદ કેસરીદેવસિંહ સહિતના ભાજપ અગ્રણીઓ હાજર રહ્યા હતા