CM ભૂપેન્દ્ર પટેલ દેશદેવી મા આશાપુરાના શરણે, આશિર્વાદ લીધા

ભુજઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ કચ્છની મુલાકાતે પહોંચ્યા છે. તેમણે માતાના મઢમાં દેશદેવી મા આશાપુરાના દર્શન કર્યા છે અને આશિર્વાદ લીધા છે. આ ઉપરાંત કચ્છના લોકસભા બેઠકના ઉમેદવાર વિનોદ ચાવડાના સમર્થનમાં ભૂપેન્દ્ર પટેલે નખત્રાણામાં સભા ગજવી છે.
મહત્વનું છે કે, મુખ્યમંત્રી પહેલીવાર તેમના કાર્યકાળ દરમિયાન માતાના મઢ જઈ રહ્યા છે. ત્યારે સ્વખર્ચે માતાજીની સાડી, ફૂલહાર, તલવાર અને પ્રસાદી ગાંધીનગરથી સાથે લઈ ગયા હતા અને માતાજીના પૂજનઅર્ચન કરી રાજ્યની શાંતિ અને સલામતી માટે પ્રાર્થના કરી હતી.