મમ્મી માફ કરજે… માતાનો ફોન પાણીની ડોલમાં પડી જતા ધોરણ-7ની વિદ્યાર્થિનીએ કરી આત્મહત્યા

Surat: સુરતમાં ધોરણ-7ની વિદ્યાર્થિનીએ આપઘાત કરી લેતા ખળભળાટ મચી ગયો છો. આ ઘટના કતારગામના જય રણછોડ નગર એપાર્ટમેન્ટની છે. પોલીસને વિદ્યાર્થિનીની સ્યૂસાઈડ નોટ મળી આવી છે જેમા તેણે માતાના ડરના કારણે આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી અનુસાર 12 વર્ષની છોકરીથી માતાનો મોબાઈલ પાણીમાં પડી ગયો હતો. જે બાદ ડરના કારણે વિદ્યાર્થિનીએ આપઘાત કરી લીધો છે. પોલીસને વિદ્યાર્થિનીએ લખેલી સ્યૂસાઈડ નોટ મળી આવી છે. જેમા તેણે મોબાઈલ ફોન પાણીમાં પડી ગયો હોવાથી આપઘાત કરી રહી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. વિદ્યાર્થિનીએ માફી પણ માગી છે. રવિવારે ઝેનીશા તેના ભાઈ બહેન સાથે ઘરે હતી. માતા બહાર ગયા હતા. તે સમયે ઝેનીશાથી માતાનો મોબાઈલ ફોન પાણીમાં પડી ગયો હતો. મોબાઈલ પાણીમાં પડી જતા ઝેનીશા ડરી ગઈ હતી અને તેણે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

સ્યૂસાઈડ નોટમાં શું લખ્યું હતું?
ઝેનીશાએ સ્યૂસાઈડ નોટમાં લખ્યું હતું કે, મમ્મી મને માફ કરી દેજો. મારાથી ભૂલથી મોબાઈલ ફોન પાણીની ડોલમાં પડી ગયો હતો, તું મને માફ કરી દેજે. હું ફાંસો ખાઉ છું. હું મરી જાઉં તો રોતી નહી. મારા ભાઈ કાન્નો અને નાની બહેન શરુનું ધ્યાન રાખજે.

આ પણ વાંચો: સુનિતા વિલિયમ્સ માટે પૃથ્વી પર પગ મૂકવો સરળ નહીં હોય, સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે

નોંધનીય છે કે, બાળકીના પિતા કપિલ ઘુઘલ મુંબઈ મહાનગર પાલિકામાં નોકરી કરે છે અને મુંબઇમાં  રહે છે. બાળકો અને પત્ની સુરતના મકાનમાં રહે છે.