December 10, 2024

BZ GROUP Scamના 7 આરોપીઓને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાયા

BZ GROUP Scam: બિઝેડ ગ્રુપની પોન્ઝી સ્કીમ મામલે CIDએ પકડેલા 7 આરોપીઓને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કર્યા છે. એક એજન્ટ સહિત BZના સ્ટાફની CIDએ ધરપકડ કરી છે. મુખ્ય સૂત્રધાર મયુર દરજીના 10 દિવસના રિમાન્ડની પોલીસ માંગ કરશે.

આ પણ વાંચો: અમદાવાદ RTOમાં સતત ત્રીજા દિવસે દંડ ભરવા લોકોની લાંબી લાઈનો, પોલીસ કોમ્બીંગમાં જનતાને હેરાનગતિ

અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાયા
બિઝેડ ગ્રુપની પોન્ઝી સ્કીમ મામલે CIDએ પકડેલા 7 આરોપીઓને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. મુખ્ય સૂત્રધાર સહિત અન્ય પકડાયેલ આરોપીઓને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. CID ક્રાઇમે મયુર દરજી સહિત 7 આરોપીઓમાં વિશાલસિંહ ઝાલા,દિલીપ સોલંકી,આશિક ભરથરી, સંજય પરમાર,રાહુલ રાઠોડ ,રણવીરસિંહ ચૌહાણની ધરપકડ કરી છે. તેમાંથી આરોપી વિશાલ સિંહ, રાહુલ, ગણપત અને અંકિત એજન્ટ છે. અન્ય બે આરોપી રણવીર ચૌહાણ અને સંજય પરમાર એમપ્લોય કમ એજન્ટ છે. તમામ એજન્ટ અને એમપ્લોયને કમિશન પર પૈસા આપવામાં આવતા હતા. મુખ્ય એજન્ટ મયુર ભૂપેન્દ્રસિંહના સંપર્કમાં હતો. આરોપીના ઘરેથી અનેક BZ ગ્રુપ સ્કેમના અનેક ફોર્મ અને રસીદ મળી આવી છે.