ક્રિસ્ટી કોવેન્ટ્રી IOCના નવા પ્રમુખ બન્યા, આ પદ સંભાળનાર પ્રથમ મહિલા બનશે

IOC: 20 માર્ચે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક એસોસિએશનના નવા પ્રમુખની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગ્રીસના કોસ્ટા નાવારિનોમાં યોજાયેલી 144મી IOC બેઠકમાં ઝિમ્બાબ્વેના રમતગમત મંત્રી અને બે વખતના ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા કર્સ્ટી કોવેન્ટ્રીને નવા પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: આ 3 ટીમ 2008થી IPLમાં લઈ રહી છે ભાગ પરંતુ તેમનું ટાઇટલ જીતવાનું સ્વપ્ન હજુ સુધી પૂરું થયું નથી
ઓલિમ્પિક સમિતિના 10મા અને પ્રથમ મહિલા પ્રમુખ બન્યા
IOC ની બેઠકમાં 7 ઉમેદવારો પર મતદાન કરવામાં આવ્યું હતું જેમાં ક્રિસ્ટી કોવેન્ટ્રી આગામી 8 વર્ષ માટે આ પદની જવાબદારી સંભાળશે.આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક એસોસિએશનમાં પ્રમુખ પદ સંભાળનાર 10મી પ્રમુખ બનશે. ક્રિસ્ટી કોવેન્ટ્રી વર્તમાન IOC પ્રમુખ થોમસ બાકનું સ્થાન લેશે.ક્રિસ્ટી કોવેન્ટ્રી 23 જૂનથી આ પદ સંભાળશે. બાક તેમનો કાર્યકાળ પૂર્ણ થયા પછી પદ છોડી દેશે અને માનદ પ્રમુખ તરીકે સેવા આપશે.