September 20, 2024

સોશિયલ મીડિયા પર સાંસદ Chirag Paswanનો છવાયો જાદુ, 20 લાખ ફોલોઅર્સ પૂરા

Chirag Paswan: લોકસભાની ચૂંટણી દરમિયાન અનેક વીડિયો અને ફોટો વાયરલ થયા હતા. આ તમામ વચ્ચે સોશિયલ મીડિયામાં ચિરાગ પાસવાનનો જાણે જાદુ ચાલ્યો હોય તેવું જોવા મળ્યું હતું. તમને જાણીને નવાઈ લાગશે, પરંતુ છેલ્લા 15 દિવસમાં ચિરાગ પાસવાનના ફોલોઅર્સમાં જોરદાર વધારો થઈ રહ્યો છે.

ચિરાગની ફેન ફોલોઈંગ
લોકસભાની ચૂંટણીની તારીખની જાહેરાત થતાની સાથે દરેક પક્ષના નેતાઓ પોતાની રીતે પ્રચાર કરી રહ્યા હતા. પ્રચાર માટે ખાસ કરીને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. જેમાં સૌથી વધારે ચર્ચા ચિરાગની જોવા મળી હતી. ચિરાગ પાસવાને ગઈ કાલે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા. તમને જણાવી દઈએ કે લોકોને ચિરાગ એટલો પસંદ આવી રહ્યો છે કે તેની ફેન ફોલોઈંગમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: સ્માર્ટફોનને કરતા રહો રિસ્ટાર્ટ, અમેરિકન સુરક્ષા એજન્સીના રિપોર્ટમાં મોટો ખુલાસો

લાખો ફોલોઅર્સ ધરાવે છે
ચિરાગ પાસવાનની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પ્રમાણે આ વર્ષે 26 મે 2024ના રોજ એક મિલિયન ફોલોઅર્સ પુરા કર્યા હતા. તે બાદ , 7 મે, 2024 ના રોજ, તેના ફોલોઅર્સની સંખ્યા 2 મિલિયન સુધી પહોંચી ગઈ. પાસવાનના અનુયાયીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અમે અત્યાર માહિતી આપી રહ્યા છીએ ત્યાં સુધીમાં ઈન્સ્ટાગ્રામ પર 2.8 મિલિયન ફોલોઅર્સ છે. હજૂ સુધી તેને ફોલો કરવા વાળા લોકોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ તેણે અત્યાર સુધીમાં ઈન્સ્ટા પર કુલ 2,076 પોસ્ટ શેર કરી છે. ઈન્સ્ટાની સાથે તેને X પર ફોલો કરવાની સંખ્યા પણ વધારે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (Twitter) પર 934.7K ફોલોઅર્સ છે. પાસવાન X પર 112 લોકોને ફોલો કરે છે.