November 3, 2024

આદિવાસીઓ બંધારણ વાંચતા નથી એટલે ગુલામ છેઃ છોટુ વસાવા

Chhotu vasava said adiwasi not read constitution thats therefor they are slaves

છોટુ વસાવાએ કહ્યું - દીકરો મહેશ નાસમજ છે.

સુરતઃ માંડવીના ઉશકેર ગામે લગ્ન પ્રસંગમાં આવેલા છોટુ વસાવાએ આપેલું નિવેદન સામે આવ્યું છે. તેમણે દીકરા પણ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યુ છે કે, દેશમાં બનાવટી ચૂંટણી થાય છે અને તેમાં કોઈનું ભલું થવાનું નથી.

તેમણે આદિવાસીઓ પર પણ પ્રહાર કરતા કહ્યુ છે કે, આદિવાસીઓ બંધારણ વાંચતા નથી એટલે ગુલામ છે. આ ઉપરાંત તેમણે પોતાના દીકરા મહેશ વસાવા ભાજપમાં જોડાયાં એ મુદ્દે અને એક સમયનો પક્ષનો કાર્યકર અને આપના ઉમેદવાર ચૈતર વસાવા માટે પણ છોટુ વસાવા બોલ્યા હતા.

તેમણે દીકરા વિશે જણાવતા કહ્યુ હતુ કે, ‘મહેશ નાસમજ છે અને તેને મિસ ગાઈડ કરવામાં આવ્યો છે. હું નથી માનતો કે મહેશ ભાજપમાં કે બીજે જાય તો સમાજનું ભલું થાય. અમે RSSના વિરોધી છીએ પછી મારો છોકરો એમાં જાય કે બીજો કોઈ જાય અમે વિરોધ કરીશું.’

તેમણે ઉમેર્યુ હતુ કે, ‘RSS, ભાજપ, કોંગ્રેસ બધા ભેગા મળી સમસ્યા ઉભી કરી છે. અમે નવી પાર્ટી બનાવીશું, નવું સંગઠન બનાવીશું અને ચૂંટણી પણ ભરૂચ બેઠક પર લડાવીશું.’