January 13, 2025

છોટા ઉદેપુરના પૂર્વ સાંસદના ભત્રીજાનું મર્ડર, એક આરોપીની અટકાયત

છોટા ઉદેપુરઃ પૂર્વ સાંસદ અને ટ્રાયફેડના ચેરમેન રામસિંહ રાઠવાના ભત્રીજા ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું છે. કવાંટ તાલુકાના પીપલદી ગામે રાત્રે 10 વાગ્યાની આસપાસ ઘટના બની હતી. ત્યારે આ ફાયરિંગમાં કુલદીપ નામના વ્યક્તિનું મોત નીપજ્યું છે.

પોલીસને આ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. ત્યારે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, અંગત અદાવતમાં આ હત્યા કરવામાં આવી છે. ત્યારબાદ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસે બે આરોપીઓમાંથી એક મુખ્ય આરોપીને ડિટેઈન કર્યો છે. પોલીસે શંકરભાઈ રાઠવાને પોલીસે ડિટેઇન કર્યો હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. બીજા આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે.