October 5, 2024

શું રોહિત શર્મા IND vs BAN ટેસ્ટ મેચમાં ઈતિહાસ બદલી શકશે?

Rohit Sharma: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 19 સપ્ટેમ્બરથી ચેન્નાઈમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાવાની છે. આ મેચ દરમિયાન ભારતીય કેપ્ટન રોહિત શર્મા પાસે ઈતિહાસ રચવાની તક છે. તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાએ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં 34 ટેસ્ટ મેચ રમી છે. જેમાંથી 15 મેચમાં જીત પ્રાપ્ત કરી છે અને 7 મેચ એવી હતી જેમાં હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

બંને ટીમના ચાહકો
ભારત અને બાંગ્લાદેશની ટીમ જ્યારે જ્યારે સામે આવે છે ત્યારે તમામ ક્રિકેટ ચાહકોને ખુબ મોજ પડી જાય છે. તેનું કારણ મુખ્ય એ છે કે બંને ટીમના ખેલાડીઓ ઉત્સાહી છે. ત્યારે બંને ટીમ હવે ફરી વાર મેચ રમવાની છે. બંને ટીમ વચ્ચે જોરદાર મુકાબલો થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે. હવે જોવાનું રહ્યું કે આખરે કંઈ ટીમની જીત થાય છે. ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં વર્ષ 1934માં પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ હતી. આ મેદાન પર 34 ટેસ્ટ મેચ રમાઈ છે. જેમાં ટીમ ઈન્ડિયાની જીત 15 ટેસ્ટ મેચમાં થઈ છે. 11 મેચ એવી હતી જે ડ્રોમાં સમાપ્ત થઈ ગઈ છે. 7 મેચમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચો: IPL 2025: શું KL રાહુલ RCB સાથે જોડાશે?

રોહિતની નજર જીત પર
ભારતીય ટીમ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ચોથી વખત ટેસ્ટ મેચ રમશે. રોહિત શર્માની કપ્તાનીમાં પોતાની પ્રથમ ટેસ્ટ મેચ જીતે છે તો આ મેદાનમાં નવો રેકોર્ડ બની શકે છે. ટીમ ઈન્ડિયાએ સપ્ટેમ્બર મહિનામાં ચેન્નાઈમાં અત્યાર સુધી માત્ર 3 ટેસ્ટ મેચ રમી છે, પરંતુ એક પણ મેચમાં જીત પ્રાપ્ત કરી શકી નથી. ભારતની 3માંથી 2 મેચ અહીં ડ્રો રહી હતી જ્યારે એક મેચ ટાઈ રહી હતી. જેના કારણે આ વખતની મેચમાં રોહિતની નજર હવે વિજય પર છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ટેસ્ટમાં બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 8 સિરીઝ રમાઈ છે.