July 24, 2024

Chandrababu Naiduએ લીધા મુખ્યમંત્રી પદના શપથ, ચોથી વખત બન્યા Andhra Pradeshના CM

આંધ્રપ્રદેશ: તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના વડા ચંદ્રાબાબુ નાયડુએ બુધવારે આંધ્રપ્રદેશના સીએમ તરીકે શપથ લીધા. નાયડુએ વિજયવાડાના કેસરપલ્લી આઈટી પાર્કમાં શપથ લીધા. ચંદ્રાબાબુ નાયડુ ચોથી વખત રાજ્યના મુખ્યમંત્રી બન્યા છે. શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપવાના છે. મંચ પર ગૃહમંત્રી અમિત શાહ અને આરોગ્ય મંત્રી જેપી નડ્ડા પણ હાજર છે.

નાયડુ ઉપરાંત પવન કલ્યાણ સહિત 25 ધારાસભ્યો મંત્રી તરીકે શપથ લેશે. આંધ્ર પ્રદેશ એસેમ્બલી (175)ની સદસ્યતા અનુસાર કેબિનેટમાં મુખ્યમંત્રી સહિત 26 મંત્રીઓ હોઈ શકે છે. પવન કલ્યાણને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવી શકે છે. આમાં ચંદ્રબાબુ નાયડુના પુત્ર નારા લોકશનો પણ સમાવેશ થાય છે. આંધ્રપ્રદેશમાં ટીડીપી-પવન કલ્યાણની જનસેના અને ભાજપે સાથે મળીને ચૂંટણી લડી હતી. એનડીએને 164 વિધાનસભા બેઠકો મળી છે. જેમાં ટીડીપીને 135, જનસેના પાર્ટીને 21 અને ભાજપને 8 બેઠકો મળી છે.

આ પહેલા આંધ્રપ્રદેશના ગવર્નર અબ્દુલ નઝીરે નાયડુને આંધ્રપ્રદેશમાં સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું. એનડીએ નેતાઓની વિનંતીને પગલે રાજ્યપાલ એસ. અબ્દુલ નઝીરે નાયડુને સરકાર રચવા આમંત્રણ આપ્યું.

શપથ લેતા પહેલા નાયડુએ શું કહ્યું?
ચંદ્રબાબુ નાયડુએ મંગળવારે NDA ધારાસભ્યોને સંબોધિત કર્યા. નાયડુએ કહ્યું કે તેમણે દક્ષિણના રાજ્ય માટે કેન્દ્ર સરકાર પાસેથી સહયોગ માંગ્યો છે અને આ માટે ‘આશ્વાસન’ આપવામાં આવ્યું છે. તેમણે વચન આપ્યું હતું કે અમરાવતી આંધ્રપ્રદેશની એકમાત્ર રાજધાની હશે અને પોલાવરમ પ્રોજેક્ટ પૂર્ણ થશે.

આ પણ વાંચો: ઈમરાન ખાને ખોલ્યો શાહબાઝ સરકારનો કાળો ચિઠ્ઠો, પાકિસ્તાની મીડિયામાં સન્નાટો

આ ઉપરાંત, તેમણે કહ્યું કે બંદર શહેર વિશાખાપટ્ટનમને આર્થિક રાજધાની અને અદ્યતન વિશેષ શહેર તરીકે વિકસાવવામાં આવશે. ટીડીપી વડાએ તાજેતરની ચૂંટણીઓમાં એનડીએની જંગી જીતને અભૂતપૂર્વ ગણાવી હતી. નાયડુના કહેવા પ્રમાણે, તેમણે અગાઉ ઘણી ચૂંટણીઓની સમીક્ષા કરી છે, પરંતુ 2024ની ચૂંટણીએ તેમને સૌથી વધુ સંતોષ આપ્યો છે.

શપથ ગ્રહણમાં કોણે ભાગ લીધો?
પીએમ મોદી
અમિત શાહ
જેપી નડ્ડા
નીતિન ગડકરી
રાજમોહન નાયડુ
જીતનરામ માંઝી
જી કિશન રેડ્ડી
ચિરાગ પાસવાન
જયંત ચૌધરી
એકનાથ શિંદે
મોહન યાદવ