ચાંદખેડામાં XUV કાર AMTS બસની અંદર ઘૂસી ગઈ; કારચાલકનું ઘટના સ્થળે મોત, 1 ઈજાગ્રસ્ત

અમદાવાદ: અમદાવાદના ચાંદખેડા AMTS બસ સ્ટેન્ડ ખાતે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ચાંદખેડા પાસે XUV 700 કાર AMTS બસની અંદર ઘૂસી ગઈ હતી. અકસ્માતમાં કારચાલકનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું છે. ફાયર વિભાગ દ્વારા ગાડીમાંથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. અકસ્માત પહેલા કારચાલકે બાઇકચાલકને ટક્કર મારી હતી. બાઈકને ટક્કર માર્યા બાદ કાર બસમાં ઘૂસી ગઈ હતી. સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે.
ચાંદખેડા બસ સ્ટેશન પાસે Amts બસ અને કાર વચ્ચે ભયાનક અકસ્માત#ChandkhedaAccident | #AMTSBusCrash | #CarAccident | pic.twitter.com/qPy52WgckZ
— NewsCapital Gujarat (@NewsCapitalGJ) March 28, 2025
ફાયર વિભાગ દ્વારા મશીનની મદદથી ભારે જહેમત બાદ ગાડીને બહાર કાઢવામાં આવી હતી. કારમાં 2 લોક સવાર હતા એમાંથી એકનું મોત નીપજ્યું છે જ્યારે અન્ય એકની હાલત ગંભીર છે. ગાડીમાંથી 2 દારૂની બોટલ મળી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.