March 18, 2025

ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા, કટકમાં ભારતનું સૌથી મોટું ‘ટેન્શન’ થયું દૂર

Rohit Sharma: પાકિસ્તાન અને દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થવાને હવે થોડો સમય જ બાકી છે. ત્યારે હવે ટીમ ઈન્ડિયાની મોટું ટેન્શન દૂર થઈ ગયું છે. કેપ્ટન રોહિત શર્મા ફરી ફોર્મમાં પરત ફર્યો છે. છેલ્લા ઘણા સમયથી તેનું કંઈ ખાસ પ્રદર્શન જોવા મળ્યું ના હતું. જેના કારણે તેની કપ્તાની પર ઘણા સવાલો ઉઠી રહ્યા છે. ઇંગ્લેન્ડ સામેની ODI સિરીઝમાં રોહિતે સદી ફટકારીને તેણે વિરોધી ટીમોનું ટેન્શન વધારી દીધું છે.

આ પણ વાંચો: રોહિત શર્મા બનાવ્યો ખાસ રેકોર્ડ, દિગ્ગજ ખેલાડીઓની યાદીમાં સ્થાન મેળવ્યું

રોહિતે બતાવી પોતાની તાકાત
રોહિત છેલ્લા ઘણા સમયથી કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો ના હતો. જેના કારણે ટીમ ઈન્ડિયા માટે પણ એ ચિંતા હતી. પરંતુ ઇંગ્લેન્ડ સામેની ODI સિરીઝમાં તેણે જોરદાર વાપસી કરી હતી. 90 બોલમાં 12 ચોગ્ગા અને સાત છગ્ગા લગાવ્યા હતા અને 119 રનની ઈનિંગ રમ્યો હતો. ઇનિંગ ફટકારતાની સાથે તેણે કરી બતાવ્યું કે તે ક્રિકેટમાં કેટલો મોટો ખેલાડી છે. જે પણ તેની પર સવાલો કરી રહ્યા હતા તેના મોં રોહિત બંધ કરી દીધા હતા.