ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ICCએ ભારતીય ચાહકોને આપી મોટી ભેટ

Champions Trophy 2025: ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 19 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. ફાઇનલ મેચ 9 માર્ચેના રમાશે. ICC લાઇવ ટેલિકાસ્ટ વિશે માહિતી આપી હતી. જેમાં પહેલી વાર એવું બનશે કે ભારતીય ચાહકો 9 અલગ અલગ ભાષાઓમાં આ મેચોનો આનંદ માણી શકશે.
આ પણ વાંચો: Champions Trophy 2025 માટે ટીમ ઈન્ડિયા દુબઈ રવાના, આ ટીમ સાથે પહેલી ટક્કર
મિની વર્લ્ડ કપ તરીકે ઓળખવામાં આવે
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની લોકો આતુરતાથી રાહ જોતા હોય છે. મિની વર્લ્ડ કપ કહો તો પણ ચાલે. પાકિસ્તાનને ICC ટુર્નામેન્ટનું આયોજન કરવાની તક મળી હતી. પરંતુ ટીમ ઈન્ડિયા દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં તેની મેચ રમશે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની પહેલી મેચ 19 ફેબ્રુઆરીએ રમાશે. ફાઇનલ મેચ 9 માર્ચેના રમાશે. આજે ભારતીય ક્રિકેટ ચાહકોને મોટી ભેટ મળી છે. ભારતીય ચાહકો 9 અલગ અલગ ભાષાઓમાં આંતરરાષ્ટ્રીય મેચોનું લાઇવ ટેલિકાસ્ટ જોઈ શકાશે. જે ટીમ વિજેતા બને છે તે ટીમને 20 કરોડ રૂપિયા મળશે.