નિમુબેન બાંભણીયાના હસ્તે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

Gadhada: કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના હસ્તે અને ધારાસભ્ય શંભુનાથજી ટુડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા
ગઢડા નગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ આજે મહત્વનું પગલું ભર્યું છે. કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના હસ્તે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે ધારાસભ્ય શંભુનાથજી ટુંડીયા, રાષ્ટ્રીય મહામંત્રી બાબુભાઈ જેબલીયા, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ અને પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ સુરેશભાઈ ગોધાણી સહિત પાર્ટીના વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: દિલ્હીમાં ભાજપની જીત બાદ પીએમ મોદીએ આપી પહેલી પ્રતિક્રિયા
ચૂંટણી પ્રવૃત્તિઓનું સંચાલન કરશે
કાર્યક્રમમાં ગઢડા ભાજપના સ્થાનિક આગેવાનો, કાર્યકરો અને નગરપાલિકાના તમામ ઉમેદવારોએ હાજરી આપી હતી. આ અવસર પર કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા અને અન્ય ભાજપના નેતાઓએ નગરપાલિકાની તમામ બેઠકો પર ભાજપની જીત થશે એવો દૃઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ ચૂંટણી કાર્યાલય થકી ભાજપ પોતાની ચૂંટણી પ્રવૃત્તિઓનું સંચાલન કરશે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિજય મેળવવા માટે રણનીતિ ઘડશે.