January 13, 2025

Car Price Hike: નવા વર્ષથી કાર કેમ મોંઘી થઈ રહી છે?

Car Price Hike: 1 જાન્યુઆરી, 2025થી મોટા ભાગની કારની કિંમતમાં વધારો થવાની શક્યતાઓ છે. વાહન ઉત્પાદકોએ જાન્યુઆરીથી ભાવવધારાની જાહેરાત કરી દીધી છે. નિષ્ણાતોનું કહેવું છે કે વાહન ઉત્પાદકો દ્વારા વર્ષના છેલ્લા મહિનામાં વેચાણની માત્રા વધારવા માટે દર વર્ષે આ કવાયત કરવામાં આવે છે. જેના કારણને વાહનોનું વેચાણ વધારે થાય.

આ કંપનીઓ ભાવ વધારશે
એન્ટ્રી-લેવલ અલ્ટો K10 થી લઈને Invicto સુધીના મોડલનું વેચાણ કરે છે. કંપનીનું કહેવું છે કે વધી રહેલા ઈનપુટ ખર્ચ અને સંચાલન ખર્ચને ધ્યાનમાં રાખીને કિંમતોમાં વધારો કરવામાં આવી રહ્યો છે. હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા પણ તેની કિંમતમાં વધારો કરશે. આશરે રુપિયા 25000 સુધીનો ભાવ વધારો કરવામાં આવી શકે છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા પણ તેની કિંમતોમાં વધારો કરશે.

આ પણ વાંચો: શું રોહિત શર્મા છે ભારતનો સૌથી ખરાબ ટેસ્ટ કેપ્ટન?

ત્રણ ટકાનો વધારો
JSW MG મોટર ઇન્ડિયા સમગ્ર મોડલ રેન્જના ભાવમાં ત્રણ ટકા સુધીનો વધારો કરી શકે છે. Honda Cars India પણ પોતાની કિંમતોમાં વધારો કરવાનું વિચારી રહી છે. જોકે કેટલો ભાવ વધારો કરશે તે હજૂ નક્કી કરાયું નથી. B MW પણ તેની કિંમતોમાં ત્રણ ટકાનો વધારો કરી શકે છે.