September 19, 2024

Budget 2024: કોના નામે છે સૌથી વધારે વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ?

Budget 2024: મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં ત્રીજી વખત નાણામંત્રી બનેલ નિર્મલા સીતારમણ 23 જુલાઇના રોજ ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. નવી સરકારની રચના બાદ રજૂ થનાર બજેટ અનેક રીત ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. કોઈપણ નાણાકીય વર્ષ દરમિયાન આવક અને જાવક એટલે કે ખર્ચનો હિસાબ એટલે કે બજેટ કોઈપણ દેશ માટે ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. ત્યારે એ જાણવું ખુજ રસપ્રદ બની રહેશે કે સૌથી મહત્વનું બજેટ રજૂ કરવાનો શ્રેય કયા વડાપ્રધાનને જાય છે અને કોના નામે સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ છે.

કોણ નામે છે સૌથી વધુ વખત બજેર રજૂ કરવાનો રેકોર્ડ?
દેશમાં સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો શ્રેય પૂર્વ નાણામંત્રી મોરારજી દેસાઇને જાય છે. પૂર્વ નાણામંત્રી મોરારજી દેસાઇએ કુલ 10 વખત બજેટ રજૂ કર્યું હતું. ત્યારબાદ પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે કુલ 9 વખત બજેટ રજૂ કર્યું હતું. તો, પૂર્વ નાણામંત્રી અને દેશના રાષ્ટ્રપતિ રહી ચૂકેલા પ્રણવ મુખર્જીએ અને પૂર્વ નાણામંત્રી યશવંત સિન્હાએ 8 – 8 વખત બજેટ રજૂ કર્યું હતું. તો, પૂર્વ નાણામંત્રી અને વડાપ્રધાન મનમોહન સિંહે કુલ 6 વખત બજેટ રજૂ કર્યું છે.

આ પણ વાંચો: Budget 2024: કયા નાણામંત્રીએ રજૂ કર્યું હતું 21મી સદીનું પહેલું બજેટ?

દેશમાં પરિવર્તનમાં સૌથી મહત્વનું બજેટ રજૂ કરવાનો શ્રેય આ પીએમના નામ
દેશના પૂર્વ વડાપ્રધાન રહી ચૂકેલા મનમોહન સિંહે પીવી નરસિંહ રાવ સરકારમાં નાણામંત્રી પદેથી વર્ષ 1991-92નું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટને ભારતમાં મોટા પરિવર્તનના રૂપમાં ખૂબ જ મહત્વનું બજેટ માનવામાં આવે છે, આ બજેટમાં ભારતીય બજારને આર્થિક રીતે ખોલી દેવામાં આવ્યું હતું. જેથી, વિદેશી રોકાણને આમંત્રિત કરી શકાય. માનવામાં આવે છે કે અહીથી જ દેશની આર્થિક વૃદ્ધિની શરૂઆત થઈ હતી.