Budget 2024: 5 કરોડ આદિવાસીઓ અને 63 હજાર ગામડાઓ માટે મોટી જાહેરાત
Pradhan Mantri Adivasi Unnat Gram: બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે આદિવાસીઓ માટે મોટી જાહેરાત કરી છે. આ સમયે જાહેરાત કરવામાં આવી કે ‘પ્રધાનમંત્રી આદિવાસી ઉન્નત ગ્રામ અભિયાન શરૂ કરવામાં આવશે. આ અભિયાન હેઠળ સામાજિક-આર્થિક સ્થિતિ સુધારવા માટે શરૂ કરવામાં આવશે. આ 63,000 ગામોને આવરી લેશે જેનો લાભ 5 કરોડ આદિવાસી લોકોને થશે.
आदिवासी समुदायों की सामाजिक-आर्थिक स्थिति में सुधार के लिए प्रधानमंत्री जनजातीय उन्नत ग्राम अभियान शुरू किया जाएगा। यह योजना आदिवासी-बहुल गांवों और आकांक्षी जिलों में आदिवासी परिवारों के लिए संतृप्ति कवरेज को अपनाएगी। इससे 63,000 गांवों को कवर किया जाएगा जिससे 5 करोड़ आदिवासी… pic.twitter.com/r0H4BirZAL
— Ministry of Finance (@FinMinIndia) July 23, 2024
યોજનાની રકમ બમણી થઈ
બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે પીએમ મુદ્રા લોન યોજના હેઠળ મળતી રકમ વધારવામાં આવી છે. જેમાં 20 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે. પહેલા આ અંતર્ગત 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે ગૃહમાં બજેટ રજૂ કરી રહ્યા છે. જેમાં મહિલાઓ ગરીબો અને યુવાનોની સાથે ખેડૂતો પર વધારે ધ્યાન કેન્દ્રિત હોય તેવું જોવા મળી રહ્યું છે. મફત રાશન યોજના આગામી 5 વર્ષ સુધી ચાલુ રહેશે.
આ પણ વાંચો: Rural Development: ગામડાઓના વિકાસ માટે 2.66 લાખ કરોડ ફાળવવામાં આવ્યા
પીએમ આવાસ યોજના હેઠળ 3 કરોડ મકાનો
નાણામંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં બજેટ રજૂ કરી રહ્યા છે. જેમાં પીએમ આવાસ યોજના હેઠળ 3 કરોડ મકાનો બનાવવામાં આવશે. તેની જાહેરાત કરવામાં આવી છે. વર્ષ 2015માં પીએમ નરેન્દ્ર મોદીએ પીએમ આવાસ યોજનાની શરૂઆત કરી હતી. જેમાં દેશના તમામ લોકો પાસે પોતાનું ઘર હોવું જોઈએ તે હેતુથી સરકારે આ યોજના શરૂ કરી હતી. દેશના નબળા વર્ગો, શહેરી ગરીબો અને ગ્રામીણ ગરીબોને ઓછી કિંમતે મકાનો આપવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવી હતી.
ડિજિટલ બજેટનું આગમન એ બજેટની પરંપરાઓમાં પરિવર્તનનું ચાલુ છે. દર વખતે બજેટ છપાયું છે પરંતુ કોરોના સમયગાળા દરમિયાન 2021 અને 2022માં ડિજિટલ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. 1 ફેબ્રુઆરીએ સંસદમાં બજેટ રજૂ કરવાની પ્રક્રિયા પૂર્ણ થયા પછી, કેન્દ્રીય બજેટ 2021-2022 અને 2022-23 બજેટ વેબસાઇટ www.indiabudget.gov.in અને કેન્દ્રીય બજેટ મોબાઇલ એપ્લિકેશન પર ઉપલબ્ધ કરવામાં આવ્યા હતા.