November 5, 2024

મુંબઈથી ન્યુયોર્ક જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બોમ્બની ધમકી, ફ્લાઈટ દિલ્હી એરપોર્ટ પર કરાઈ લેન્ડ

Mumbai: મુંબઈથી ન્યૂયોર્ક જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળી છે. જેના કારણે દિલ્હી એરપોર્ટ પર પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આઈસોલેશન વિંગમાં ફ્લાઈટની તપાસ કરવામાં આવી રહી છે. આ દરમિયાન પ્લેનમાં હાજર તમામ યાત્રીઓ અને ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર, એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “ફ્લાઇટ AI119, જેણે 14 ઓક્ટોબરે મુંબઈથી JFK માટે ઉડાન ભરી હતી. તેને વિશેષ સુરક્ષા ચેતવણી મળી હતી અને સરકારની સુરક્ષા નિયમનકારી સમિતિની સૂચના પર તેને દિલ્હી તરફ વાળવામાં આવી હતી. બોર્ડમાં તમામ મુસાફરો પ્લેનમાંથી ઉતરી ગયા અને દિલ્હી એરપોર્ટ ટર્મિનલ પર છીએ.

આ પણ વાંચો: ઈઝરાયલ પર હિઝબુલ્લાહનો અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો, 4 સૈનિકોના મોત અનેક ઘાયલ

તેમણે કહ્યું કે, એર ઈન્ડિયા તેના મુસાફરો અને ક્રૂની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે અને તેને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. મળતી માહિતી મુજબ એર ઈન્ડિયાને આ ધમકી સોશિયલ મીડિયા દ્વારા આપવામાં આવી હતી. ઈમેલ દ્વારા ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી. આ પછી પ્લેનને દિલ્હી તરફ વાળવામાં આવ્યું હતું.