December 10, 2024

યુપીમાં ફરી ભાજપની લહેર, કોંગ્રેસને ખાતું ખોલવાના પણ ફાંફા: સર્વે

નવી દિલ્હી: ભાજપ (BJP)એ આગામી લોકસભા ચૂંટણીમાં એનડીએ (NDA)એ 400 સીટ જીતવાનું લક્ષ્ય રાખ્યું છે. નોંધનીય છે કે પીએમ નરેન્દ્ર મોદીએ સંસદમાં ‘અબકી બાર 400 પાર’નો નારો લગાવ્યો હતો. ભાજપે તેમણે દાવો કર્યો છે કે ખાલી ભાજપને જ 370થી વધુ બેઠકો મળશે. પીએમ મોદીના દાવા અને બીજેપીના ટાર્ગેટ માટે દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં ભગવા પાર્ટી માટે તેના જૂના પ્રદર્શનનું પુનરાવર્તન કરવું જરૂરી છે. ઉલ્લેખનીય છે કે યુપીમાં 2019માં ભાજપએ 62 સીટો જીતી હતી. જો કે 2014 કરતા 9 બેઠકો ઓછી હતી.

તાજેતરના સર્વે પર નજર કરીએ તો ભાજપ યુપીમાં તેના લક્ષ્યને હાંસલ કરવામાં સફળ થતી દેખાય છે. સર્વે અનુસાર ભાજપને 52.1 ટકા વોટ મળી શકે તેવી સંભાવનાા છે. 2019માં બીજેપીને 49.98 વોટ મળ્યા હતા, જ્યારે 2014ની લોકસભા ચૂંટણીમાં સપાને 30.1 ટકા વોટ મળવાની ધારણા છે. કોંગ્રેસને માત્ર 5.5 ટકા વોટ મળી શકે છે અને બસપાને 8.4 ટકા વોટ મળશે તેવી સંભાવના છે.

આ પણ વાંચો : મહારાષ્ટ્ર કોંગ્રેસને ફરી મોટો ફટકો, પૂર્વ ધારાસભ્યએ આપ્યું રાજીનામું

ઉત્તર પ્રદેશમાં ભાજપ દસ વર્ષ બાદ તેના 2014ના પ્રદર્શનનું પુનરાવર્તન કરતી જોવા મળી રહી છે. સર્વે અનુસાર રાજ્યની કુલ 80 બેઠકોમાંથી 70 બેઠકો જીતતી જોવા મળી રહી છે. સર્વેમાં સામેલ લોકોના મતોના પરિણામો અનુસાર સમાજવાદી પાર્ટી (SP)ને સાત બેઠકોથી અને કોંગ્રેસને માત્ર એક બેઠક મળી શકે છે. બીજી બાજુ અપના દળ પાર્ટીના અનુપ્રિયા પટેલના બે ઉમેદવારો ચૂંટણી જીતતા જોવા મળી રહ્યા છે.

માયાવતીને મોટું નુકસાન
અગાઉ લોકસભા ચૂંટણી 2019માં માયાવતીની બસપા, અખિલેશ યાદવની સપા અને જયંત ચૌધરીના રાષ્ટ્રીય લોકદળનું મહાગઠબંધન થયું હતું. 2019ની ચૂંટણીમાં બસપાએ 10 બેઠકો જીતી હતી. જો તાજેતરના સર્વે પરિણામોમાં ફેરફાર જોવા મળે તો માયાવતી માટે મોટો ફટકો સાબિત થશે. સર્વે અનુસાર તેમના પક્ષનું ખાતું પણ ખૂલે ન ખુલે તેવી સ્થિતિ જણાય છે.