September 11, 2024

ભાજપે 26માંથી 24 બેઠકો માટે લોકસભાના પ્રભારીઓની કરી જાહેરાત

ગુજરાત ભાજપે લોકસભા ચૂંટણી-૨૦૨૪ માટે 26માંથી 24 સીટો માટે લોકસભા પ્રભારીની જાહેરાત કરી છે. પ્રભારી બનવાની સાથે સાથે લોકસભાની ચૂંટણી માટે સંયોજક પણ બનાવવામાં આવ્યા છે. ગુજરાત ભાજપે ગુરુવારે સુરત અને ગાંધીનગર લોકસભા સિવાયની તમામ 24 લોકસભા બેઠકો માટે લોકસભાના પ્રભારીઓ અને સંયોજકોની જાહેરાત કરી છે. જેમાં ઘણા જૂના ચહેરાઓને પણ જવાબદારી સોંપવામાં આવી છે. બીજી બાજુ કેટલાક ધારાસભ્યોને લોકસભાના પ્રભારી પણ બનાવવામાં આવ્યા છે.

ચૂંટણી પ્રચારથી લઈને બૂથ મેનેજમેન્ટ સુધીની જવાબદારી
લોકસભા પ્રભારીનું કામ ચૂંટણી પ્રચારથી લઈને તેમની લોકસભા બેઠકના બૂથ મેનેજમેન્ટ સુધીનું હોય છે અને ચૂંટણીની તમામ જવાબદારીઓ પ્રભારીની હોય છે. તેમજ આ વખતે દરેક બેઠક પર સંયોજકોની નિમણૂંક કરવામાં આવી છે. તેઓ સંસદીય ક્ષેત્રની તમામ વિધાનસભા બેઠકોનું સંકલન કરશે, જેથી ચૂંટણીલક્ષી પ્રણાલીને યોગ્ય રીતે લાગુ કરી શકાય. અગાઉ ભાજપે 26 બેઠકોને ત્રણ-ત્રણ બેઠકોના જૂથમાં વહેંચી હતી અને આઠ નેતાઓને જૂથના પ્રભારી બનાવ્યા હતા.

આ પણ વાંચો : મોદી બનાવી રહ્યા છે હારી ગયેલી રમતને જીતવાની યોજના

ચૂંટણીની રણનીતિ પર ચર્ચા કરી
બે દિવસ પહેલા દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે આ તમામ જૂથના ઈન્ચાર્જો સાથે બેઠક કરી હતી, જેમાં ચૂંટણીની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી. આગામી દિવસોમાં  30 જાન્યુઆરી પહેલા દરેક લોકસભા મતવિસ્તારમાં ઓફિસો ખોલવાની સૂચના પણ આપવામાં આવી છે.

કઇ બેઠક પર પ્રભારી કોણ?

  • અમદાવાદ પૂર્વ બેઠક પર નિલેશ શાહ અને અમદાવાદ પશ્ચિમ બેઠક પર અર્જુનસિંહ ચૌહાણ
  • કચ્છ બેઠક પર કમલેશ મિરાણી
  • બનાસકાંઠા બેઠક પર રાજેન્દ્રસિંહ ચાવડા
  • પાટણ બેઠક પર અશોક જોષી
  • મહેસાણા બેઠક પર ડૉ. સંજય દેસાઈ
  • સાબરકાંઠા બેઠક પર દુષ્યંત પંડ્યા
  • સુરેન્દ્રનગર બેઠક અનિલ પટેલ
  • રાજકોટ બેઠક પર સુરેશ ગોધાણી
  • પોરબંદર બેઠક પર કિરીટસિંહ રાણા
  • જામનગર બેઠક પર વેલજીભાઈ મસાણી
  • જૂનાગઢ બેઠક પર ઉદય કાંગડ
  • અમરેલી બેઠક પર હકુભા જાડેજા
  • ભાવનગર બેઠક પર બ્રિજેશ મેર્જા
  • આનંદ સભા પર શબ્દશરણ બ્રહ્મભટ્ટ
  • ખેડા બેઠક પર ડો. જીવરાજ ચૌહાણ
  • પંચમહાલ બેઠક પર રમેશ મિસ્ત્રી
  • દાહોદ બેઠક પર રામસિંહ રાઠવા
  • વડોદરા બેઠક પર ભરતસિંહ પરમાર
  • છોટા ઉદેપુર બેઠક પર શબ્દશરણ તડવી
  • ભરૂચ બેઠક પર અજય ચોકસી
  • બારડોલી બેઠક પર મધુભાઈ કથીરીયા
  • નવસારીની બેઠક પર મહેન્દ્ર પટેલ
  • વલસાડ બેઠક પર કરસન તેલવા