December 5, 2024

વડોદરાના કોયલી ખાતે રિફાઇનરીમાં મોટો બ્લાસ્ટ, આગ લાગતા ધુમાડાના ગોટેગોટા નીકળ્યા

Vadodara Fire: વડોદરાના કોયલી ખાતે આવેલ રિફાઇનરીમાં મોટો બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે. રિફાઇનરી કંપનીમાં બ્લાસ્ટ થતા વિકરાળ આગ લાગી છે. આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા છે. દૂર દૂર સુધી આ ધુમાડો જોવા મળ્યો હતો.

કંપનીમાં મોટો બ્લાસ્ટ થયો
કોયલી ખાતે આવેલ રિફાઇનરી કંપનીમાં મોટો બ્લાસ્ટ થયો થયો છે. જેના કારણે મોટી આગ લાગી છે. આગ લાગતા આજુબાજુના રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો. એક માહિતી પ્રમાણે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. હાલમાં ફાયર ફાઈટર આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો કરી રહ્યા છે. જોકે સારી વાત એ છે કે હજૂ કોઈ જાનહાનિની કોઈ માહિતી મળી નથી.

આ પણ વાંચો: સુરતમાં ડિલિવરી પછી પાંચ કલાક બાદ પરિવારને મૃત બાળક સોંપાયું, પરિવારે કર્યો હોસ્પિટલ સામે આક્ષેપ

જાનહાનિની કોઈ માહિતી નથી
વડોદરાના કોયલી ટેન્ટ વિસ્તારમાં બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે. હાલમાં ફાયર ફાઈટર આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો કરી રહ્યા છે. સારી વાત એ છે કે જાનહાનિની કોઈ માહિતી મળી નથી. ભારે આગ લાગવવાના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર ફાઈટર આગને કાબુમાં લેવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. દૂર દૂર સુધી આ ધુમાડો જોવા મળી રહ્યો છે.