BZ પોન્ઝી સ્કીમ મામલે ખેડબ્રહ્મા ઓફિસમાં કરવામાં આવ્યું સર્ચ ઓપરેશન
Bhupendrasinh Zala: BZ પોન્ઝી સ્કીમ મામલે એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે. જેમાં ભુપેન્દ્રસિંહ ઝાલાના 7 દિવસના રિમાન્ડ દરમિયાન અનેક ખુલાસા થઈ રહ્યા છે. CID ક્રાઈમ બ્રાન્ચે આંતરિયાળ વિસ્તારમાં સર્ચ ઓપરેશન કર્યું હતું. ખેડબ્રહ્મા ઓફિસમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે. સ્થાનિક પોલીસને સાથે રાખી ઓફિસોમાં તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: મહાકુંભ માટે 3 હજાર સ્પેશિયલ ટ્રેન દોડશે, અન્ય કઈ સુવિધાઓ મળશે?
રોકાણકારોમાં ફફડાટ જોવા મળ્યો
BZ ઇન્ટરનેશનલ ભ્રોકિંગ પ્રાઇવેટ લિમિટેડ નામની ઓફિસમાં તપાસ કરાઈ રહી છે. BZ સાથે જોડાયેલ ગુણવતસિહ રાઠોડના મકાન સહિત ઓફિસોમાં તપાસ કરવામાં આવી રહી છે. CID ક્રાઈમે ઉંડવાની BZ ઓફિસમાંથી CCTV કેમેરાનું ડીવીઆર ઝપત કર્યું છે અને તેની તપાસ કરાઈ હી છે. આવનાર સમયમાં CID ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મોટા ખુલાસા થઈ શકે છે. CID ક્રાઈમ બ્રાન્ચની તપાસથી મોટાભાગના રોકાણકારોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.