March 18, 2025

સાયન્સ સિટી ખાતે ભારત વિકાસ પરિષદનાં 50 વર્ષ નિમિત્તે ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત

Bhupendra Patel: સાયન્સ સિટી ખાતે ભારત વિકાસ પરિષદનાં 50 વર્ષ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ભૂપેન્દ્ર પટેલની સાથે સહિતના મહાનુભાવો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આવો જાણીએ ભૂપેન્દ્ર પટેલ શું કહ્યું આ સમયે.

આ પણ વાંચો: IND vs ENG વચ્ચે આજે બીજી વનડે, શું વરસાદ મજા બગાડશે?

ભૂપેન્દ્ર પટેલ શું કહ્યું
સેવા માટે હસતો ચેહરો જરૂરી છે. સમર્પણ વગર કોઈ કાર્ય ન થઈ શકે. પીએમ પણ રાષ્ટ્રહિત ભાવના પ્રબળ બનાવી છે. દરેક જણ વર્ષોથી જે સ્વપ્ન જોતા આવ્યા છીએ તેને પૂરી કરવાની શરૂઆત થઈ ગઈ છે. જેને સેવા કરવી છે તેના માટે સત્તા જરૂરી નથી.જેને સત્તા ભોગવવી છે તેની પરિસ્થિતિ શું થઈ છે તમે જોઈ શકો છો. આજે જે ભારતમાં થઈ રહ્યું છે એ સમર્પણ ભાવથી થઈ રહ્યું છે. દરેક સંસ્કૃતિ સાથે વિરાસત જોડાયેલ હોય છે.રાજકારણ શબ્દ સાંભળતા જ પહેલા લોકોના હાવભાવ બદલાઈ જતા પણ આજે પરિસ્થિતિ બદલાઈ છે.