પાલીતાણામાં વિધર્મી ડ્રાઇવરે વિદ્યાર્થિનીને અપડલાં કરતા ચકચાર, આરોપીની ધરપકડ

પાલીતાણાઃ શહેરમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. 13 વર્ષની વિદ્યાર્થિની પર સ્કૂલ વાહનના ડ્રાઈવરે અડપલાં કર્યા છે. ત્યારે આ મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે અને આરોપી ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી છે.

તળેટીમાં આવેલી ચ.મો વિદ્યાલયની વિદ્યાર્થિની સાથે આ બનાવ બન્યો છે. વાલી દ્વારા સ્કૂલમાં જાણ કરવામાં આવતા ટ્રસ્ટીઓ દ્વારા મામલો દબાવી દેવા માટે જણાવવામાં આવ્યું હતું. ત્યારે જૈન સમાજના આગેવાનો સહિત ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. ડ્રાઇવર જાહિદભાઈ ઇકબાલભાઈ કાજીએ અડપલાં કરતા ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

પોલીસે વિધર્મી ડ્રાઇવર વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. પાલીતાણા ટાઉન પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી ડ્રાઇવરને ઝડપી પાડ્યો હતો. પોલીસે આ મામલે આરોપી ડ્રાઈવર ફિરોજ કાજીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ત્યારે હવે ટ્રસ્ટી સહિત સ્કૂલ સામે સવાલો ઉઠી રહ્યા છે. સ્કૂલના ટ્રસ્ટીઓ ફરિયાદ કરવા મદદે પણ ના આવ્યા હોવાનો પીડિત પરિવારનો આક્ષેપ કર્યો છે. જૈન નગરીમાં બનાવ બનતા ચકચાર મચી જવા પામી છે. ફરિયાદીએ આક્ષેપ કરતા કહ્યું છે કે, બાળકીએ શાળામાં વાત કરી તો સ્કૂલે કઈ પગલાં ન ભર્યા. બાળકીએ માતા-પિતાને વાત કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે. જો કે, આગેવાનોએ ઉપસ્થિત રહી ફરિયાદ દાખલ કરાવી હતી.