અંકલેશ્વર નજીક સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ, ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે

ભરૂચઃ અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે 48 નજીક આવેલા એક સ્ક્રેપ માર્કેટમાં આગની ઘટના સામે આવી છે. ત્યારે કિલોમીટર દૂરથી આગના ગોટેગોટા ઉડતા જોવા મળી રહ્યા છે. આ ઘટનાની તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.

મળતી માહિતી પ્રમાણે, અંકલેશ્વર નજીક આવેલા નોબલ માર્કેટના સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. આગને લીધે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડી રહ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર પાણીનો મારો ચલાવીને આગ બુઝાવવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો. હાલ ત્રણથી ચાર ગોડાઉનમાં આગ ફેલાઈ હોવાની શક્યતા છે.