T20 વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમને BCCI એ આપી ખાસ ભેટ, ખેલાડીઓ જીવનભર યાદ રાખશે

Indian Cricket Team: T20 વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમને BCCIએ ખાસ ભેટ આપી છે. આ એવી ભેટ છે કે ખેલાડીઓને જીવનભર યાદ રહેશે. રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યો હતો. હવે BCCI એ ખિતાબ વિજેતા ભારતીય ટીમના ખેલાડીઓને એક ખાસ વીંટી ભેટમાં આપી છે.
આ પણ વાંચો: ક્રિસ્ટી કોવેન્ટ્રી IOCના નવા પ્રમુખ બન્યા, આ પદ સંભાળનાર પ્રથમ મહિલા બનશે
એક પણ મેચ હાર્યા વિના ટાઇટલ જીત્યું
ટીમ ઈન્ડિયાનું T20 વર્લ્ડ કપનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. ટીમ એક પણ મેચ હાર્યા વગર ટાઇટલ જીત્યું છે. આવી સ્થિતિમાં, જ્યારે પણ ભારતીય ક્રિકેટ ટીમ કોઈ પણ ICC ખિતાબ જીતે છે, ત્યારે તે ભારતીય ચાહકો તેની ઉજવણી કરે છે. હવે BCCI એ ખિતાબ વિજેતા ભારતીય ટીમના ખેલાડીઓને એક ખાસ વીંટી ભેટમાં આપી છે. આ એવી વીંટી છે કે ખેલાડીઓ તેને જીવનભર યાદ રાખશે.