March 18, 2025

રામદેવ ફાઉન્ડેશનના ભાગીદરનો મોટો ખુલાસો, ફરી લોભામણી જાહેરાત કરતા વિવાદ

બનાસકાંઠાઃ રામદેવ ફાઉન્ડેશન ઈનામી યોજનાના લકી ડ્રો મામલે રામદેવ ફાઉન્ડેશનના ભાગીદારે મોટો ખુલાસો કર્યો છે. અશોક માળી ભાગીદારી કરવા માટે પહેલા બેંકના કોરા ચેક લેતો હતો. ટિકિટો વેચ્યા બાદ લકી ડ્રો ન થતા લકી ડ્રોના ભાગીદારે ખુલાસો કર્યો છે.

થરાદના મોરથળ ગામે 8 ફેબ્રુઆરી એ લકી ડ્રો યોજવાનો હતો. લકી ડ્રો પર પોલીસની નજરને લઈને લકી ડ્રો બંધ રાખવામાં આવ્યો છે. લકી ડ્રોના ભાગીદાર સવજી ઠાકોરે લકી ડ્રોના એજન્ટોને લકી ડ્રોની ટિકિટ ના વેચવા અપીલ કરી છે.

સવજી ઠાકોરના નામની ST સિરિઝની ટિકિટનું વેચાણ બંધ કર્યું હતું. અશોક માળી પર પહેલા બે પોલીસ ફરિયાદ અને ડ્રો ન યોજતા ભાગીદાર અલગ થયા છે. લકી ડ્રોની કોઈએ ટિકિટ વેચવી નહીં અને કોઈએ ટિકિટ ન ખરીદવા પણ સવજી ઠાકોરે અપીલ કરી છે. લકી ડ્રો બંધ થયો હોવા છતાં અશોક માળીએ આવનારા સમયમાં લકી ડ્રો થવાની જાહેરાત કરી હતી.

લકી ડ્રો ઈનામી યોજનાની ભાગીદારના નામની સિરિઝ સાથે ટિકિટ પ્રિન્ટ કરવામાં આવતી હતી. અશોક માળી પર પોલીસ ફરિયાદ અને લકી ડ્રો પર પોલીસની નજરથી ભાગીદારને સમજાયું હતું કે લક્કી ડ્રો ગેરકાયદેસર છે. અશોક માળીએ ફરી લોભામણી જાહેરાત કરી હતી. લકી ડ્રોની પાંચ ટિકિટ પર એક ટિકિટ ફ્રીની જાહેરાત કરી હતી.