December 3, 2024

અંબાજીમાં 15 વર્ષીય સગીરા પર 6 નરાધમોનું સામુહિક દુષ્કર્મ, પોલીસ ફરિયાદ નોંધાઈ

બનાસકાંઠાઃ જિલ્લામાં સામુહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. અંબાજીમાં સગીરા પર સામુહિક બળાત્કાર કરવામાં આવ્યો છે. 15 વર્ષીય સગીરાને હવસનો શિકાર બનાવવામાં આવી છે. ત્યારે આ સમગ્ર મામલે અંબાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસે ફરિયાદને આધારે કાર્યવાહી હાથ ધરી છે.

અંબાજીમાં રહેતી 15 વર્ષીય સગીરા ગબ્બર નજીક રહેતા મોટાબાપાના ઘરે જવા નીકળી હતી, ત્યારે તેના પર સામુહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. સગીરાને ઘોડાટાંકણીનો એક ઓળખીતો શખ્સ બાઇક પર બેસાડીને લઈ ગયો હતો. ત્યારે છાપરી રોડની બાજુના વેરાન ઝાડી વિસ્તારમાં લઈ જઈને પીંખી નાંખી હતી.

ઝાડી વિસ્તારમાં લઈ જઈને 6 નરાધમોએ સામુહિક દુષ્કર્મ આચર્યું છે. આરોપીઓ સગીરાને અર્ધનગ્ન હાલતમાં બેભાન છોડીને જતા રહ્યા હતા. ત્યારે સગીરાની માતાએ અંબાજી પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે. પોલીસે પણ ફરિયાદને આધારે કાર્યવાહી હાથ ધરી છે.