September 11, 2024

અવધ નરેશ અમેરિકામાં દેખાશે, ટાઈમ્સ સ્ક્વેરમાં લાઈવ સ્ટ્રિમિંગ

અમેરિકા: “રામ નામ કે હીરે મોતી મે બિખરાઉ ગલી ગલી”… બહુ ઓછા સમયમાં અવધ નરેશના કપાટ ખુલવા જઈ રહ્યા છે. દેશમાં તો ભગવાન શ્રી રામની પ્રતિષ્ઠાની રાહ જોવામાં આવી રહી છે. પરંતુ વિદેશના હિન્દુઓ પણ આ અવરસની રાહ જોઈ રહ્યા છે. ત્યારે અયોધ્યામાં તારીખ 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું લાઈવ ટેલિકાસ્ટ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ થશે. સુત્રોએ આપેલી માહિતી અનુસાર રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું લાઈવ ટેલિકાસ્ટ અમેરિકાના ન્યૂયોર્ક સિટીના પ્રખ્યાત ટાઈમ્સ સ્ક્વેર ખાતે કરવામાં આવશે. વિદેશમાં વસતા હિન્દુઓને પણ હવે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા જોવાનો લ્હાવો મળશે.

પીએમ મોદીની સતત નજર
ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો લ્હાવો લેવા માટે દરેક રામ ભક્ત ઉત્સુક હોય જ, પરંતુ હવે વિદેશમાં રહેતા હિન્દુઓને પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે અમેરિકાના ન્યૂયોર્ક સિટીના પ્રખ્યાત ટાઈમ્સ સ્ક્વેર ખાતે કરવામાં આવશે. મળતી માહિતી અનુસાર પીએમ મોદી રામ ભક્તોને સંબોધિત કરશે. પ્રધાનમંત્રી મોદી રામ મંદિરને લઈને તમામ તૈયારીઓ પર નજર રાખી રહ્યા છે. ધાર્મિક વિધિઓથી લઈને તમામ ક્રાર્યક્રમ પર મોદી નજર રાખી રહ્યા છે.

ભગવાન શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠાનો સમય
અત્યાર સુધીમાં જે માહિતી મળી રહી છે તે અનુસાર તારીખ 22 જાન્યુઆરી, 2024ના રોજ સવારે 12:29 થી 12:30 સુધીનો રાખવામાં આવ્યો છે. રામ મંદિરની લંબાઈ 380 ફૂટ, પહોળાઈ 250 ફૂટ અને ઊંચાઈ 161 ફૂટ છે. આ મંદિર ત્રણ માળનું છે અને તેનો દરેક માળ 20 ફૂટ ઊંચો છે. તેમાં કુલ 392 થાંભલા અને 44 દરવાજા છે. રામલલ્લાની મૂર્તિ પાંચ વર્ષના બાળકના રૂપમાં કર્ણાટકના પ્રખ્યાત શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવી છે.

આ પણ વાચો: બાંગ્લાદેશમાં બદમાશોએ ચૂંટણીના બે ‘ દિ પૂર્વે ટ્રેનને આગચંપી કરી