September 18, 2024

મનુ ભાકરે હેટ્રિક ચૂક્યા બાદ આપ્યું મોટું નિવેદન

Manu Bhaker: ઓલિમ્પિક 2024એ મનુ ભાકરને એક નવી ઓળખ આપી દીધી છે. મનુએ ઓલિમ્પિકમાં બે બ્રોન્ઝ મેડલ જીતીને ભારતને ગૌરવ વધાર્યું છે. તેણીએ 10 મીટર એર પિસ્તોલ સિંગલ્સ અને મિક્સ્ડ ટીમ ઈવેન્ટ્સમાં મેડલ જીત્યા હતા. પરંતુ 25 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં તે મેડલ મેળવવામાં આજે તે ચૂકી ગઈ હતી અને ચોથા સ્થાન પર રહી હતી. ભારતીય શૂટિંગ સ્ટાર મનુ ભાકરે શનિવારે સ્વીકાર્યું હતું કે તે 25 મીટર પિસ્તોલ ઇવેન્ટની ફાઇનલમાં થોડી નર્વસ હતી. જેના કારણે તે મેડલ ચૂકી ગઈ હતી.

મનુ ભાકરે શું કહ્યું?
ઓલિમ્પિકમાં મનુએ ત્રીજો મેડલ ગુમાવ્યા બાદ, કહ્યું, “હું ખરેખર તેના વિશે નર્વસ હતી, પરંતુ ફરીથી, હું શાંત રહેવા અને મારું શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો હતો. પરંતુ તે પૂરતું ન હતું. શૂટ-ઓફમાં હંગેરીની બ્રોન્ઝ મેડલ વિજેતા વેરોનિકા મેજર સામે હારી ગઈ હતી. હું ખુશ છું કે મને બે મેડલ મળ્યા છે ” આ સમયે મનુએ આંખોમાં આંસુ આવી ગયા હતા. હું સોશિયલ મીડિયાથી દૂર રહી છું અને હું મારો ફોન ચેક કરી રહી નથી, તેથી મને ખબર નથી કે શું થઈ રહ્યું છે, હુ ખાલી એટલું જ જાણુ છું કે હું મારા શ્રેષ્ઠ પ્રયાસ કરી રહી છું. તેણે કહ્યું કે તે મોટાભાગની ઈવેન્ટ્સમાં સારું પ્રદર્શન કરવામાં સક્ષમ હતી.

આ પણ વાંચો: Paris Olympics 2024 Day 8: આજે ભારત પ્રથમ ગોલ્ડ જીતી શકે છે, જાણો સંપૂર્ણ શેડ્યૂલ

કોણ છે મનુ?
મનુએ 16 વર્ષની ઉંમરે બે ગોલ્ડ મેડલ જીત્યા હતા. તે હરિયાણાના ઝજ્જર જિલ્લાના ગોરિયા ગામની રહેવાસી છે. તેની માતા શાળામાં ભણાવા જાય છે અને પિતા મરીન એન્જિનિયર છે. વર્ષ 2018 માં, મનુ ભાકરે મેક્સિકોમાં ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશન (ISSF) માં ભારત માટે બે ગોલ્ડ મેડલ જીત્યા હતા. મનુએ 10 મીટર એર પિસ્તોલ (મહિલા) કેટેગરીમાં પ્રથમ ગોલ્ડ જીત્યો બીજો ગોલ્ડ 10 મીટર એર પિસ્તોલ (મિશ્ર ઇવેન્ટ)માં જીત્યો હતો. ખાસ વાત તો એ હતી કે 1 જ દિવસમાં તેણીએ 16 વર્ષની ઉંમરમાં બે ગોલ્ડ મેડલ જીતીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. આવું કરનાર તે સૌથી યુવા મહિલા ખેલાડી હતી.