IND W vs BAN W: બાંગ્લાદેશને હરાવીને ફાઇનલમાં પ્રવેશી ટીમ ઈન્ડિયા
IND W vs BAN W: હરમનપ્રીત કૌરની કપ્તાની હેઠળની ભારતીય મહિલા ક્રિકેટ ટીમે એશિયા કપ 2024ની ફાઇનલમાં શાનદાર રીતે પ્રવેશ કરી લીધો છે. સેમિફાઇનલમાં બાંગ્લાદેશને 10 વિકેટે હાર આપી હતી. આ મેચમાં બોલરોની સાથે બેટ્સમેનોનું પ્રદર્શન શાનદાર જોવા મળ્યું હતું. હવે ફાઈનલમાં ટીમ ઈન્ડિયાનો મુકાબલો કઈ ટીમ સાથે તે પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાનાર બીજી સેમીફાઇનલના પરિણામ પરથી નક્કી થશે.
ટાઈટલથી માત્ર એક ડગલું દૂર
મેચમાં પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે 20 ઓવરમાં માત્ર 80 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા માટે 81 રનનો નાનો સ્કોર હતો. શેફાલી વર્માએ 26 રનની ઇનિંગ રમી તો બીજી તરફ ઓપનર સ્મૃતિ મંધાનાએ શાનદાર 55 રન બનાવ્યા હતા. 28 જુલાઈના રોજ રમાનારી ફાઇનલમાં ભારતનો મુકાબલો પાકિસ્તાન અથવા શ્રીલંકામાંથી થશે. ફાઈનલમાં પહોંચ્યા બાદ ભારત એશિયા કપના બીજા ટાઈટલથી માત્ર એક ડગલું દૂર છે.
આ પણ વાંચો: Paris Olympics 2024 પહેલા ફ્રાન્સમાં રેલ લાઇન પર હુમલો
આ મેચ જીતીને સેમીફાઈનલમાં
આ પહેલા બાંગ્લાદેશની ટીમ જ્યારે બેટિંગ કરવા ઉતરી ત્યારે ટીમની શરૂઆત ખરાબ જોવા મળી હતી. દિલારા અખ્તર માત્ર 6 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. આ સાથે ઈસ્મા તનઝીમ 8 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. મુર્શિદા ખાતૂન પણ ચાર રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. કેપ્ટન સુલ્તાનાએ 32 રનની શાનદાર ઇનિંગ રમી હતી. ભારતને 81 રનનો ટાર્ગેટ મળ્યો ત્યારે જ નક્કી થઈ ગયું હતું કે ટીમ ઈન્ડિયા આ મેચ જીતીને સેમીફાઈનલમાં જશે.