October 13, 2024

પેલેસ્ટાઈનના મોત અંગે અસદુદ્દીન ઓવૈસીએ વીડિયો દ્વારા આપ્યું નિવેદન

Asaduddin Owaisi on Palestine: ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ પેલેસ્ટાઈનના મુદ્દે સહાનુભૂતિ વ્યક્ત કરી છે. ઈઝરાયલ-હમાસ યુદ્ધમાં માર્યા ગયેલા પેલેસ્ટિનિયન નાગરિકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે 30 હજાર પેલેસ્ટાઈન શહીદ થયા છે અને 20 લાખની વસ્તીમાંથી 14 લાખ લોકો બેઘર થઈ ગયા છે. ઓવૈસીએ સોશિયલ મિડીયા પ્લેટફોર્મ આ મુદ્દે વીડિયો અપલોડ કર્યો હતો.જેમાં તેમણે કહ્યું હતું કે ‘જેમને અલ્લાહે બધું આપ્યું છે તેઓ મૂંગા બેઠા છે. તમે બધા નિર્દોષ પેલેસ્ટાઈનીઓ માટે પ્રાર્થના કરો.’ હૈદરાબાદના લોકસભા સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પણ આ પોસ્ટ સાથે 6 મિનિટ 8 સેકન્ડનો વીડિયો શેર કર્યો હતો, જેમાં તેઓ પેલેસ્ટાઈનના મુદ્દા પર પોતાના વિચારો વ્યક્ત કરતા જોવા મળ્યા હતા.

અસદુદ્દીન ઓવૈસીની પોસ્ટ પર એક્સ યુઝર્સે શું કહ્યું?
અસદુદ્દીન ઓવૈસીની આ પોસ્ટ પર સોશિયલ મીડિયા યુઝર્સ તરફથી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ જોવા મળી હતી. @Shaan_Official3 ના X હેન્ડલે કહ્યું કે અલ્લાહ પેલેસ્ટાઈનની રક્ષા કરે. @twtabhisheksing ના એકાઉન્ટ પરથી લખવામાં આવ્યું હતું કે, ‘પ્રાર્થના કરવાથી કંઈ થશે નહીં. આસપાસના દેશોને મદદ કરવા અને તેમને રહેવા માટે જગ્યા આપવા માટે કહો.’ અને @AbdulHa25062777 ના યુઝર્સે પણ અપીલ કરી કે પેલેસ્ટાઈનને આઝાદ કરવામાં આવે.

પેલેસ્ટાઈનના પીએમ મોહમ્મદ શતયેહે રાજીનામું આપ્યું
અસદુદ્દીન ઓવૈસીએ એવા સમયે પોસ્ટ કરી જ્યારે પેલેસ્ટાઈનના વડા પ્રધાન મોહમ્મદ શતયેહ અને તેમની આગેવાની હેઠળની સરકારે તેમના રાજીનામું આપી દીધું હતુ. નોંધનીય છે કે સોમવારે રાજીનામા અંગેની જાહેરાત કરવામાં આવી હતી. મોહમ્મદ શતાયેહના ઓફિશિયલ ફેસબુક એકાઉન્ટ પરથી લખવામાં આવ્યું હતું, ‘હું આદરણીય કાઉન્સિલ અને દેશની જનતાને કહેવા માંગુ છું કે મેં રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસને સરકારમાંથી રાજીનામું સોંપ્યું છે.’