January 15, 2025

BZ ગ્રુપના આરોપી ભૂપેન્દ્રસિંહની મિલકત અંગે CID સક્રિય, અનેક મિલકતોનું લિસ્ટ મેળવ્યું

અરવલ્લીઃ BZ ગ્રુપના પોન્ઝી સ્કિમકાંડના આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની મિલકત અંગે સીઆઇડી ક્રાઇમ સક્રિય થઈ ગઈ છે. મોડાસા સબ રજિસ્ટ્રાર કચેરીમાંથી સીઆઇડી ક્રાઈમે ડેટા એકઠા કર્યા છે.

ભૂપેન્દ્રસિંહ ઝાલાની મિલકતો અંગેનું લિસ્ટ મેળવ્યું છે. બીઝેડની જમીન અન્યને ટ્રાન્સફર ન થાય માટે મૌખિક સૂચના આપવામાં આવી છે. મોડાસા તાલુકામાં અત્યાર સુધી 5 સંપતિઓ ખરીદવામાં આવી છે.

વર્ષ 2023થી અત્યાર સુધીમાં કરોડોની અલગ અલગ સ્થળે 30 વીઘા જમીન ખરીદી છે. સાકરિયા પાસે ત્રણ જગ્યા, લીંભોઈ, સજાપુર પાસે એક-એક જગ્યા ખરીદી હતી. સાકરિયામાં બાનાખત કરી 3 કરોડમાં 9 વીઘા જગ્યા ખરીદી છે.

અરવલ્લી જિલ્લાના અન્ય તાલુકામાંથી પણ મિલકતો ખરીદી હોવાની માહિતી બહાર આવી શકે છે. રોકાણકારોના કરોડો રૂપિયાથી પોતાના નામે કરી સંપતિ ખરીદી હતી.